પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં બે હેકટરની મર્યાદા રદ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 27 June 2019

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં બે હેકટરની મર્યાદા રદ


નડિયાદ. તા.27 જૂન 2019, ગુરુવાર

ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અમલમાં છે જે અંતર્ગત ખેડા જિલ્લામાં કુલ-૧,૭૭,૦૦૦ ખેડૂતોને કુલ બાવન કરોડ જેટલી સહાય સીધી જ તેઓના બેંક ખાતામાં ચૂકવી દેવામાં આવી છે.તેમ જિલ્લા ખેતીવાડી અધિકારી એ.આર.સોનારાએ અખબારી યાદીમાં જણાવ્યુ છે.

ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત બે હેકટરની મર્યાદા રાખવામાં આવી હતી.તેમાં સુધારો કરી બે હેકટરની મર્યાદા દુર કરેલ છે એટલે કે હવે તમામ સીમાંત નાના અને મોટા ખેડુતોને વાર્ષિક ૬,૦૦૦ ત્રણ સરખા હપ્તે મળી શકશે.જે ખેડુત હજીપણ અરજી કરેલ ન હોઇ તેઓએ તા.૧૫-૭-૧૯ સુધીમાં જરૂરી ડોક્યુમેન્ટ,૮-અ,બેંક પાસબુક,કેન્સલ ચેક અને આધાર કાર્ડ સાથે એકરાર નામામાં સહી કરી ગામના તલાટી અથવા કોમ્પ્યુટર ઓપરેટરનો સંપર્ક કરી ઓનલાઇન અરજી કરતા જણાવવામાં આવે છે.આધારકાર્ડ બેંક ખાતા સાથે લીંક હોવુ ફરજીયાત છે.


આ યોજના હેઠળ વર્તમાન કે ભૂતપૂર્વ વૈધાનિક પદ ધરાવતા હોય,વર્તમાન કે ભૂતપૂર્વ મંત્રી-રાજય મંત્રીપદ ધરાવતા હોય,વર્તમાન કે ભૂતપૂર્વ લોકસભા, રાજયસભા, વિધાનસભા સભ્ય કે મહાનગર પાલિકાના મેયર અથવા વર્તમાન કે ભૂતપૂર્વ જિલ્લા પંચાયત અધ્યક્ષ,વર્ગ-૪ સિવાયના અને ખાનગી સંસ્થાઓ સિવાયના તમામ કર્મચારીઓ,વયનિવૃતિ,નિવૃતિ પેન્શન ધારકો કે જેઓ પ્રતિ માસ રૂા.૧૦,૦૦૦ કે તેથી વધુ પેન્શન મેળવતા હોય,આવક વેરો છેલ્લા એક વર્ષ દરમ્યાન ભરેલો હોય,ડૉકટર,એન્જીનિયર,ચાર્ટર્ડ એકાઉન્ટ હોય કે આર્કિટેક હોય તેવા પરિવારનો સમાવેશ થઇ શકશે નહી.જે ખેડુતોએ આ યોજનામાં અરજી કરી હોય તેમને ફરીથી અરજી કરવાની રહેતી નથી.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2ZTEDE4

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages