મહેસાણા તા.30 જૂન 2019, રવિવાર
મહેસાણા શહેરમાં આવેલ રાધનપુર ચોકડીથી ગોપીનાળા તરફના માર્ગે બપોરના સુમારે પોતાના એકટીવા પર જઇ રહેલ એક મહિલા પ્રોફેસરનું રૃ.૯૮ હજાર રોકડા અને મહત્વના દસ્તાવેજો ભરેલું પર્સ બાઇક પર આવેલા ૩૦ થી ૩૫ વર્ષની વયના બે અજાણ્યા શખસો પળભરમાં ઝુંટવી પલાયન થઈ ગયા હતા. આ ઘટનાથી હતપ્રભ બનેલ મહિલાએ સ્વસ્થ થતાં બી ડિવીજન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
મહેસાણાના વિસનગર રોડ પર આવેલ સોમેશ્વર યુનીહોમ સોસાયટીમાં રહેતા બીજલબેન અમિતભાઇ આચાર્ય સાર્વજનીક એમએસ ડબલ્યુ કોલેજમાં મદદનીશ પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે. પાંચેક દિવસ પહેલા બપોરના સુમારે તેઓ પોતાના એકટીવા ઉપર હાઇવે પર આવેલ સ્ટેટ બેંકની શાળામાં ગયા હતા. અહીંથી તેમણે પોતાના ખાતામાંથી રૃ.૯૫ હજાર ઉપાડયા હતા. ત્યાર બાદ તેઓ પોતાની દિકરીની સ્કૂલ ફી ભરવા માટે સર્વિસ રોડ નજીક એકટીવા પાર્ક કરીને નજીક આવેલ પંજાબ નેશનલ બેંકમાં ગયા હતા. ફી ભરીને પરત આવતાં તેમના સ્કૂટરની સ્ટેરીંગ બેન્ડ થયેલ તેમજ ટાયરમાં હવા ઓછી થઇ હોવાનું જણાયેલ તેમ છતાં તેઓ એકટીવાના ફુટરેસ્ટર પર પોતાનું પર્સ મુકી ઘરેજવા નીકળ્યા હતા. માર્ગમાં રાધનપુર ચોકડીથી ગોપીનાળા વચ્ચે અલકા સોસાયટી નજીક એકાએક આવેલા બે બાઇક સવારો પૈકી પાછળ બેઠેલાએ મહિલા પ્રોફેસરનું પર્સ ઝુંટવી લઇ ગોપીનાળા તરફ ભાગી છુટયા હતા. આ ઘટનાથી એકાએક ગભરાઈ ગયેલા બીજલબેને સ્વસ્થ થતા છેવટે મહેસાણા બી ડિવીજન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આરંભી છે.
from North gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2KOvFnR
No comments:
Post a Comment