ભીલડી, તા. 30 જૂન 2019, રવિવાર
દિયોદરના કુવાતા ગામે વ્યાજખોરોના ત્રાસના કારણે એક આધેડ વ્યક્તિએ ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હજુ તેની શાહી સુકાઈ પણ નથી ત્યારે તાલુકાના ચમનપુરા ગામે એક ખેડૂતનું અપહરણ અને જમીન અને વ્યાજની રકમ મામલે ઢોર માર મારતા ઈજાગ્રસ્ત ખેડૂતને સારવારઅર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. આ મામલે ચાર ઈસમો વિરુધ્ધ દિયોદર પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાઈ છે.
જાણવા મળતી માહિતી મુજબ દિયોદર તાલુકાના ચમનપુરા ગામે રહેતા ઈશ્વરભાઈ પટેલના બે વર્ષ અગાઉ રૃપિયાની જરૃરીયાત હોવાથી ગામના પેથાભાઈ પટેલને પોતાની માલિકીની જમીન આંકડે આપી હતી અને ૨ ાખ ૩૦ હજાર રૃપિયા લીધા હતા. જેમાં બે વર્ષ પછી ઈશ્વરભાઈ પટેલે પેથાભાઈ પટેલ પાસે પોતાની માલિકીની જમીન માંગી હતી અને હિસાબ કરવાનું કહેતા હિસાબના અંદર પેથાભાઈ પટેલે ૨ લાખ ૩૦ હજારની રકમનું બે વર્ષનું વ્યાજ સાથે ૨૧ લાખ રૃપિયાની માંગણી કરી હતી. જેમાં આટલી રકમની ભરપાઈ ન કરવા ્ને જમીન પાછી ન મળતા ઈશ્વરભાઈ પટેલ અવારનવાર પોતાની જમીન પરત માગતા હતા પરંતુ જમીનનો કબજો વ્યાજખોરો આપતા ન હતા.
જેમા સાંજે ઈશ્વરભાઈ પટેલ દૂધ ડેરીએ દૂધ ભરાવી પરત ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે પેથાભાઈ પટેલ અન્ય ત્રણ જણ સાથે સ્વીફ્ટ ગાડી લઈ આવી ઈશ્વરભાઈ પટેલનું અપહરણ કરી ઉઠાવીને લઈ ગયા હતા અને એક મકાનમાં ગોંધી રાખી ઢોર માર માર્યો હતો. જેમાં આરોપીને ચકમો આપી ઈશ્વરભાઈ પટેલ છુટીને ઘર પરત ફર્યા હતા અને સમગ્ર બનાવ વિશે જાણ કરી હતી. જેમાં ઈજાગ્રસ્ત હાલતમાં ૧૦૮ દ્વારા ઈશ્વરભાઈ પટેલને સારવારઅર્થે દિયોદર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જે મામલે દિયોદર પોલીસને જાણ કરતા દિયોદર પોલીસે ઈશ્વરભાઈ પટેલનું નિવેદન લઈ પેથાભાઈ બળવંતભાઈ પટેલ, અશોકભાઈ પેથાભાઈ પટેલ, મુકેશ પેથાભાઈ પટેલ, અમરાભાઈ રેવાભાઈ પટેલ તમામ રહે. ચમનપુરા, તા. દિયોદરવાળા સામે ઈ.પી. કો. કલમ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
from North gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Ykr5AW
No comments:
Post a Comment