બનાસકાંઠાના 3365 આંગણવાડી કેન્દ્રોમાં આર-ઓ પ્લાન્ટ શોભાના ગાંઠિયા બન્યા - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 30 June 2019

બનાસકાંઠાના 3365 આંગણવાડી કેન્દ્રોમાં આર-ઓ પ્લાન્ટ શોભાના ગાંઠિયા બન્યા

પાલનપુર, તા. 30 જૂન 2019, રવિવાર

ગુજરાત રાજ્યમાંથી કુપોષણનું  કલંક દૂર થાય તે માટે સરકાર કરોડો રૃપિયાની ગ્રાન્ટ બાળકો માટે બજેટમાં ફાળવે છે. પરંતુ સરકારી બાબુઓ અને કોન્ટ્રાક્ટરો બાળકોના નાણાં પોતાના ઘરે લઈ જાય છે. આવી જ ઘટના સામે આવી છે. બનાસકાંઠા જિલ્લાની આંગણવાડી અને નંદઘરમાં કે જ્યાં બાળકોને શુધ્ધ પાણી મળી રહે તે માટે આરઓ પ્લાન્ટ મુકવામાં આવ્યા છે પરંતુ જિલ્લાની આગણવાડીમાં આ આરો પ્લાન્ટ આજે શોભાના ગાંઠિયા સમાન બની રહ્યા છે.

બાળકોમાંથી કુપોષણનું કલંક દૂર થાય તે માટે કરોડો રૃપિયા ખર્ચે છે. પરંતુ તેનો સાચો લાભ બાળકો સુધી પહોંચતો નથી. બનાસકાંઠા જિલ્લામાં આવેલી આંગણવાડીમાં સરકાર દ્વારા બાળકોને શુધ્ધ પાણી મળી રહે તે માટે આરો પ્લાન્ટ મુકવામાં આવ્યા. પરંતુ આજદિન સુધી આ આરો મશીનમાંથી શુધ્ધ પાણીનું એક ટીપું પણ બાળકોને મળ્યું નથી. અંતરિયાળ વિસ્તારની આંગણવાડીમાં જે આરઓ મશીન લગાવવામાં આવ્યા છે તે સદંતર બંધ છે. જ્યારથી આ મશીન મુકવામાં આવ્યા તે કાર્યરત નથી. જેના કારણે બાળકોને પાણી મળતું નથી. બાળકો આરઓ મશીન પાસે શુધ્ધ પાણી મળશે તે આશએ જાય છે, પરંતુ તેમની આશા ઠગારી નીવડે છે. બાળકો પણ વિચારમાં છે કે આખરે પાણી માટે રાખવામાં ાવેલા મશીનમાંથી પાણી નીકળતું કેમ નથી.

બનાસકાંઠા જિલ્લામાં કુલ ૩૩૬૫ આંગણવાડી કેન્દ્રો આવેલા છે. જેમાં આશરે ૨ લાખ જેટલા બાળકો જિલ્લામાં આંગણવાડી કેન્દ્ર પર જાય છે. પરંતુ આ બાળકો માટે સરકારે જે શુધ્ધ પાણી માટે જોગવાી કરી છે તે માત્ર શોભાના ગાંઠિયા સમાન બની છે. બાળકો માટે આરઓ  મશીન ફીટ કરવામાં આવ્યુ ંછે પરંતુ તેમાં પાણી આવે તે માટે કોઈ વ્યવસ્થા નથી. જ્યારે જે જગ્યાએ આરઓ મુકવામાં આવ્યા છે તે જગ્યાએ લાઈટનું કનેક્શન નથી.

જિલ્લામાં કુલ ૩૩૬૫ આરઓ મશીન

- ફીટીંગ ખર્ચ ૫૦૦૦

- રેન્ડરોપ વોટર ટેકનોલોજીસ કંપની, અમદાવાદ

- એક આર ઓ ની કિંમત ૧૦૦૦૦ + ફીટીંગ ખર્ચ

- આર ઓ ની ક્ષમતા પ્રતિ કલાક ૨૫ લીટર પાણી શુધ્ધિકરણ

જિલ્લા શિક્ષણાધિકારી શું કહે છે ?

જિલ્લાના આંગણવાડી કેન્દ્રો ઉપર આર ઓ કેન્દ્ર બંધ હાલતમાં હોવાના મામલે જિલ્લા શિક્ષણાધિકારી બી.એ. શાહે જણાવ્યુ ંહતું કે આંગણવાડી કેન્દ્રો ઉપર આર ઓ પ્લાન્ટ બંધ ન હોવા જોઈએ. પરંતુ આ અંગે તપાસ કરાવી તે ચાલુ કરવા કાર્યવાહી કરાશે.



from North gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2NnJmwo

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages