
મુંબઇ, તા. 30 જૂન 2019, રવિવાર
મહારાષ્ટ્રમાં ધીરે ધીરે ચોમાસું જામી રહ્યુ ંછે.કોંકણ સહિત મુંબઈમાં ગુરુવારે મધરાતથી શરૂ થયેલ વરસાદનું જોર આગામી બે દિવસમાં ઘટશે તેવો અંદાજ વેધશાળાએ વ્યક્ત કર્યો છે.દરમિયાન બંગાળના ઉપસાગરમાં હળવા દબાણનેો પટ્ટો નિર્માણ થતા વિદર્ભમાં આજે ૧ જુલાઈ અને આવતી કાલે ૨ જુલાઈના રેડ એલર્ટ જારી કરવામાં આવ્યો છ.ે
દરમિયાન આજે રવિવારે સમગ્ર દિવસ દરમિયાન શહેર અને ઉપનગરમાં વરસાદનું જોર યથાવત્ રહ્યું હતું અને દિવસભર હળવા અને ભારે વરસાદના ઝાપટા શરૂ રહ્યા હતા. આજે સમગ્ર દિવસ મુંબઈગરાઓને સૂર્યદર્શન થયા નહોતા અને આકાશમાં વાદળા છવાયેલા રહ્યા હતા.
ગત ઘણા દિવસથી વરુણ રાજાની પ્રતિક્ષા કરતા મુંબઈગરાઓને વરસાદથી દિલાસો મળ્યો હતો મુંબઈ અને આસપાસના વિસ્તારમાં ૨૦૦ મી.મી. જ્યારે સાંતાક્રુઝમાં ૨૩૪ મી.મી. વરસાદની નોંધ કરવામાં આવી હતી. આ પાર્શ્વભૂમિ હેઠળ આગામી દિવસોમાં જોરદાર વરસાદની આગાહી કરવામાં આવી હતી. જોકે હવે આગામી ૨૪થી ૪૮ કલાકમાં વરસાદનું જોર ધીરે ધીરે ઘટશે તેવો અંદાજ હવામાન વિભાગે વ્યક્ત કર્યો છે.
હવામાન વિભાગના જણાવ્યાનુસાર બંગાળના ઉપસાગરમાં ઇશાન ભાગમાં હળવા દબાણનો પટ્ટો નિર્માણ થતા આવતા ૪૮ કલાક વરસાદની તીવ્રતા વધશે. આ સ્થિતિને લીધે મોન્સૂન મધ્ય ભારતમાં વધુ આગળ વધશે. દરમિયાન કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડામાં આગામી ત્રણ-ચાર દિવસમાં વરસાદનું જોર વધશે તેવો અંદાજ હવામાન વિભાગે વર્તાવ્યો હતો.
દરમિયાન કોંકણના સિંધુદુર્ગ જિલ્લાના કણકવલી, વેગુર્લા, સાવંતવાડીમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અહીંના નદી-નાળા વરસાદના પાણીથી ઉભરાઈને વહી રહ્યા છે. ભુઈવાડા ઘાટમાં મોટા પ્રમાણમાં ભેખડો ધસી પડવાની ઘટના બની છે.
મુંબઈના જળાશયોમાં નવા પાણીની આવક
દરમિયાન સતત ત્રણ દિવસથી મુંબઈ અને મુંબઈને પાણી પૂરું પાડતા જળાશય વિસ્તારમાં સારો વરસાદ થતા મુંબઈને પીવાનું પાણી પૂરું પાડતા સાત જળાશયોમાં નવા પાણીની આવક થઈ છે. છેલ્લા ત્રણ દિવસમાં સાતેય જળાશયોમાં મળીને કુલ ૨૮હજાર મિલિયન લીટર નવા પાણીની આવક થઈ છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Xgofk8
No comments:
Post a Comment