
ગાંધીનગર, તા. 30 જૂન 2019, રવિવાર
ગાંધીનગર શહેરમાં જાણીતા વકીલ દ્વારા યુવતિનું શારીરિક શોષણ કરવા અંગે સે-૭ પોલીસે આખરે ગુનો નોંધી દીધો છે. જો કે આ વકીલની સાથે ગાંધીનગરના જાણીતા બિલ્ડર સામે પણ યુવતિએ બળાત્કારની ફરિયાદ આપી છે જયારે અન્ય એક મહિલા વકીલને પણ મદદગારીની ભુમિકા બતાવવામાં આવી છે. હાલ તો આ ફરીયાદના પગલે પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. શહેરના સે-૭ અને ૧ ના મકાનમાં વકીલે યુવતિનું શોષણ કર્યું હતું અને તેણીને ગાંધીનગરમાં ફલેટ તેમજ વ્હીકલ લાવી આપવાની લાલચ આપી હતી.
આ કેસની મળતી વિગતો પ્રમાણે ગાંધીનગરમાં પ્લોટ નં.૧૬૯/ર, સે-૧/બી ખાતે રહેતાં જાણીતા વકીલ બી.આર.શર્માને ત્યાં છેલ્લા એક વર્ષથી એક યુવતિ વકીલાતની પ્રેકટીસ કરવા માટે આવી હતી. આ યુવતિને શર્માએ તેનું સે-૭ ખાતે આવેલ પ્લોટ નં.૧૭૨/ર નું મકાન પણ રહેવા માટે આપ્યું હતું.
આ વકીલ દ્વારા માસિક દસ હજારનો પગાર પણ ચુકવવામાં આવતો હતો. બે મહિના સુધી પગાર આપ્યા બાદ ગાંધીનગરના બિલ્ડર વિશ્વબંધુ પટેલનો કેસ તેમની પાસે આવ્યો હતો. જેમાં ફીની મોટી રકમ આવવાની હોવાથી ગાંધીનગરમાં એક ફલેટ અને વ્હીકલ આપવાની તેમજ ગાંધીનગરમાં એક હોસ્ટેલ બનાવી ચલાવવા માટે આપવાની આ યુવતિને વાત કરવામાં આવી હતી.
ગત તા.૮ ઓગસ્ટ ર૦૧૮ને વકીલ શર્માની પત્નિ શાળાએ ગયા હતા તે દરમ્યાન સે-૭માં મકાન ખાતે ગયા હતા અને આ યુવતિને તેના સે-૧ ખાતેના મકાન ખાતે લઈ જઈ આ યુવતિ સાથે શરીર સંબંધ બાધ્યા હતા અને ત્યારબાદ અવારનવાર તેની પત્નિ ઘરે ના હોય ત્યારે સંબંધો રાખ્યા હતા.
ત્રણ મહિના જેટલો સમય સે-૭ના મકાનમાં રહયા બાદ આ યુવતિ ખાનગી હોસ્ટેલમાં રહેવા માટે જતી રહી હતી. જ્યાં સ્વાતિબેન આસુદીયા તેણીને ત્યાંથી સે-૭ના વકીલના ઘરે લઈ જતા હતા અને નશાયુક્ત પદાર્થ ખવડાવી તેણીનું શારીરિક શોષણ કરવામાં આવતું હતું. તેણીએ છેવટે આ સંદર્ભે સે-૭ પોલીસ મથકમાં અરજી આપી હતી. જેના આધારે પોલીસે વકીલ ભગવાન રામચંદ્ર શર્મા, બિલ્ડર વિશ્વબંધુ ડાહયાલાલ પટેલ પ્લોટ નં.૬૩૩/૧૦૫, વાસ્તુનિર્માણ સોસાયટી સે-રર અને સ્વાતીબેન ડાહયાલાલ આસુદીયા સામે ગુનો નોંધી સે-૭ પોલીસે વધુ તપાસ આદરી છે.
યુવતિ ગર્ભવતી હોવા છતાં
બિલ્ડર વિશ્વબંધુએ યુવતિ ઉપર બળાત્કાર ગુજાર્યો
યુવતિએ નોંધાવેલી ફરીયાદ પ્રમાણે બિલ્ડર વિશ્વબંધુ પટેલે ગત તા.૧ર મેના રોજ તેણીને ગાંધીનગરમાં સે-૧૧ ખાતે આવેલી હોટલમાં ચર્ચા કરવા માટે બોલાવી હતી. જ્યાં યુવતિ ગર્ભવતી હોવા છતાં તેણીની ના કહેવા છતાં વિશ્વબંધુએ તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. જે સમયે અન્ય કોઈ શખ્સ પણ વિશ્વબંધુ સાથે હતો. ત્યારબાદ બીજા દિવસે વિશ્વબંધુ પટેલે કોર્ટના પાછળના દરવાજે આવ્યો હતો અને આ યુવતિને ગાડીમાં બેસાડી હતી અને શારીરિક અડપલાં કરી જબરદસ્તી કરવા લાગ્યો હતો પરંતુ યુવતિએ વિરોધ કરતાં તેને સે-૧૧ના રોડ ઉપર ઉતારી દીધી હતી. અને ધમકી આપી હતી કે જો આ વાત તું કોઈને કહીશ તો તને જાનથી મારી નાંખીશ. હાલ પોલીસે આ ફરિયાદના આધારે ગુનાની ઉંડાણપૂર્ણક તપાસ શરૂ કરી છે.
from Gandhinagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2XfO4AJ
No comments:
Post a Comment