મુંદ્રા, તા.૨૭
કચ્છના સુકામેવા તરીકે પ્રખ્યાત ખારેક આવવાની શરૃઆત થઈ ચુકી છે. બીજી તરફ ખારી ધરા અને ખારા જળનું અમૃતફળ ખારેકના નિકાસની તૈયારીઓ પણ કિસાનોકરી રહ્યા છે. આ વર્ષે મુંદરા તાલુકામાં ખારેકનો માતબર પાક ઉતરે તેવો આશાવાદ છે.
આદ્ર નક્ષત્ર બેસતા આ ફળમાં ભારોભાર મીઠાશ આવતી હોય છે. તેમાં પણ જો અઠવાડીયામાં જો બે થી ત્રણ ઈંચ વરસાદ પડે તો સોનામાં સુગંધ ભળે તે રીતે તાલુકામાં ખારેકનું માતબર ઉત્પાદન થાય. ખારેકના જનક એવા ધ્રબ ગામના ખેડુત હુશેન તુર્કના જણાવ્યા મુજબ જો ખારેકને પાવર અને પાણી પુરતા પ્રમાણમાં મળે તો ખારેકના ઝાડના મુળ સુાધી મીઠાશ પકડી શકે પરંતુ જ્યાં પાણી ખરાબ અને ખારા થઈ ગયા છે ત્યાં ખારેકના બગીચાને નુકશાન થઈ રહ્યાનો વસવસો વ્યકત કર્યો હતો. જિલ્લામાં સૌથી ઓછા ખર્ચે અને વધુ આવક રળી આપતા ખારેકના બગીચાઓ ખાસ કરીને મુંદ્રા તાલુકામાં વધુ જોવા મળે છે. તેમાં ખાસ કરીને ઝરપરા, ધુ્રબ, કાંડાગરા,નાના કપાયા, નવીનાળ, સીરાચા, ગેલડા, દેશલપર, કંઠીપટ્ટ વગેરે ગ્રામ્ય વિસ્તારોમાં વધુ પ્રમાણમાં ખારેકના ઝાડ જોવા મળે છે. કચ્છની મીઠી ખારેક ફક્ત ગુજરાતના વિવિાધ શહેરો જ નહીં મુંબઈ સહિત ભારત અને વિદેશમાં પણ નિકાસ થાય છે.
ખારેકનુ આગમન અને ઈતિહાસ
કચ્છના સુકામેવા તરીકે જાણીતી ખારેક આજાથી લગભગ ૪૦૦ વર્ષે પુર્વે મુંદ્રામાં આવી હતી. અરબસ્તાનના મદીના શહેરાથી મુંદરા બંદરે ઉતરેલા રસીયા બુખારાના સુફી સંત શાહ મુરાદ બુખારીપીર સાથેના તુર્ક જાતી ધરાવતા શીષ્યો ખજૂર લાવ્યા હતા. જે મુંદ્રા બંદર નજીક કાંઠાળ પટ પર ખજુરના બીજ રોપતા તે ખારેક સ્વરૃપે ફુલીફાલી હતી. તેનું વ્યાપારીકરણ થતા સૌ પ્રાથમ મુંદ્રા તાલુકામાં વાવેતર થતાં સમયાંતરે કચ્છમાં પણ ખારેકના બગીચા ઉભા થવા લાગ્યા. જેમાં મુખ્યત્વે ખેડોઈ તાથા કુકમા મોખરાનું સૃથાન ધરાવે છે. આ ગામોમાં અનેક સંશોધનો અને વાવેતરના નવતર પ્રયોગ થયા છે. ઈઝરાઈલ પધૃધતિાથી વાવેતર વાધતા અને ગુણવત્તામાં સુાધારો થતા કચ્છના કુકમા,ખેડોઈ સહિતના ગામો ખારેકમાં મોખરે છે.
ઉદ્યોગ અને ભુતળ ખેંચાતા પેદાશમાં ઘટાડો
મુંદ્રા પંથકમાં એક વખત ખેડુતો માટે આવકનું મુખ્ય સ્ત્રોત ગણાતી ખારેકમાં હાલના સંજોગોમાં ઓદ્યોગિક એકમો આવતા જમીનની કિંમતોમાં વાધારો થતા ઉત્પાદન ઉપર અસર પડી છે. આ ઉપરાંત પાવર પ્લાન્ટ ઉડતી કોલસાની રજકણ અને કેમીકલ પણ પાકની ગુણવત્તામાં અસર કરી રહી છે. ખાસ કરીને કંપનીઓ દ્વારા મોટા પ્રમાણમાં લાખો ગેલન પાણી બોરાથી ઉલેચાતા પાણીની ખેંચ વર્તાઈ રહી છે જેના કારણે ખારેકના ઉત્પાદનને અસર પડી છે.
from Bhuj News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2X92MVc
No comments:
Post a Comment