ભચાઉ પાલિકા કચેરીમાં ટોળાનો આતંક, તોડફોડ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, 29 June 2019

ભચાઉ પાલિકા કચેરીમાં ટોળાનો આતંક, તોડફોડ

ભુજ, શનિવાર

ભચાઉ નગરપાલિકાની કચેરીમાં ધસી આવેલા લોકોના ટોળાએ તોડફોડ કરીને રીતસરની દાદાગીરી કરતા ચકચાર મચી જવા પામી છે. આ ઘટનામાં ચાર વ્યક્તિઓને ઈજાઓ પહોંચતા તેઓને સૃથાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ધોળા દહાડે બનેલી આ ઘટનાથી પાલિકા કચેરીમાં દોડાધામ મચી જવા પામી હતી. દબાણ હટાવવાના મામલે ધારાસભ્યના પુત્ર એવા નગરપતિ અને તેના વિરોધીના જૂાથો સામસામે આવી ગયા બાદ આ ઘટના ઘટી હતી. જેમાં લાકડી-ધોકાથી તોડફોડની સાથે ફાયરીંગ થયાની પણ ચર્ચા જાગી છે. કચેરીમાં તોડફોડ કર્યા બાદ એક ટોળુ બુમો પાડતા પાડતા રસ્તાઓ પર નિકળી પડયું હતું. જેને લઈને જે તે વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. તાથા દુકાનદારોએ પોતાની દુકાનો બંધ કરી દીધી હતી. ઘટના અંગેની જાણ થતા જ ધસી આવેલા પોલીસ કાફલાએ સિૃથતિને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.

આ ઘટનાની મળતી વિગતો મુજબ તેમજ ભચાઉ નગર પાલિકાના કર્મચારી શૈલેન્દ્રસિંહ દીવાનસિંહ ઝાલાના જણાવ્યા પ્રમાણે દબાણ દુર કરવા બાબતનું મનદુખ રાખીને ટોળુ ભચાઉ નગરપાલિકા કચેરીએ આવ્યું હતું અને મનફાવે તેમ ભુંડી ગાળો આપીને દબાણ દુર કરવા આવશો તો જાનાથી મારી નાખવાની ધમકી આપી હતી. એટલું જ નહીં આ ઈસમોને અટકાવતા તેઓ પર હુમલો કરવામાં આવ્યો હતો તેમજ બળપ્રયોગ કરીને ઓફિસના ટેબલ પર તોડફોડ કરી હતી. આ ઘટનામાં નુરમામદ કાસમ અબડા, શરીફ લતીફ નોતીયાર, હમીર હજામ, લનીફ ભુરા કુરેશી, નદીમ આમદ અબડા, હારૃન ભચુ મણીયાર, અનવર કાસમ અબડા તાથા તેની સાથે ટોળામાં રહેલા અન્ય ૧૦ ઈસમો સામે ફરિયાદ નોંધાવાઈ છે. જ્યારે બીજી ફરિયાદમાં પાલિકાના ચીફ ઓફિસર મેહુલભાઈ જિતેન્દ્રભાઈ જોધપુરાએ ફરિયાદ નોંધાવતા જણાવ્યુ હતું કે, આરોપીઓએ પોતાનો ઈરાદો પાર પાડવા માટે નગરપાલિકાની કચેરીમાં આવ્યા હતા અને ગાળાગાળી કરીને જાનાથી મારી નાખવાની ધમકી આપી નગરપાલિકાની જેસીબી દ્વારા કામગીરીમાં અડચણ ઉભુ કરી પથૃથરમારો કરીને કાચ તોડી પાડીને નુકશાની પહોંચાડી હતી. વધુમાં ચીફ ઓફિસરે આ બનાવમાં ઈલીયાસ ભચુ ભટ્ટીભ શબીર કેસર નારેજા, અબુ નુરમામદ સમાણી, ફિરોઝ ઈલીયાસ ભટ્ટી તેમજ સીસી ટીવી કેમેરાના ફુટેજમાં દેખાતા અન્ય ઈસમો સામે પણ ફરિયાદ નોંધાવી છે. બબાલની ઘટના બાદ ભચાઉના નાયબ પોલીસ અિધક્ષક કે.જી.ઝાલા, પી.આઈ. બી.એસ.સુાથાર તેમજ આડેસર લાકડીયા, સામખિયાળી, રાપર, બાલાસર ખાતેાથી પોલીસ કર્મચારીઓને ભચાઉ બંદોબસ્ત બોલાવી લેવામાં આવ્યા હતા.ભચાઉ ખાતે થયેલી બબાલમાં ઈન્ચાર્જ પીઆઈ બી.વી.ચુડાસમાએ ૧પ૦ વ્યક્તિઓના ટોળા સામે ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે હિન્દુ-મુસ્લિમ જ્ઞાતિના અલગ અલગ ટોળાએ નગરપાલિકા દ્વારા કરવામાં આવેલ દબાણની કાર્યવાહીનું મનદુખ રાખીને બન્ને જ્ઞાતિએ હુલ્લડ કરવાના ઈરાદાથી કોમી એખલાસના વાતાવરણને ડોહળવાનો પ્રયાસ કરીને લાકડી-ધોકા, તલવાર, ધારીયા જેવા પ્રાણઘાતક હિાથયારો ધારણ કરી પોલીસની ફરજમાં રૃકાવટ કરી હતી.

પાલિકામાં ધસી આવેલા ટોળાએ કર્મચારી પર હુમલો કર્યો - નગરપતિ કુલદિપસિંહ

ભચાઉ નગરપાલિકાની કચેરીમાં ભર બપોરે બબાલ સર્જાઈ હતી. આ ઘટના અંગે નગરપાલિકાના પ્રમુખ કુલદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, પાલિકા, સૃથાનિક પોલીસ અને રેલવે તંત્ર દ્વારા સંયુક્ત દબાણ દુર કરવા માટેની કાર્યવાહી માટે ગયા હતા. આ દરમિયાન બોલાચાલી થવા પામી હતી. આજે બપોરે કચેરીમાં ૩૦૦થી ૪૦૦ લોકોના ટોળા આવીને ઝપ્પાઝપ્પી કરી હતી. આ બનાવમાં નગરપાલિકાના એસબી ઝાલા અને હાર્દિકભાઈને ઈજાઓ પહોંચી હતી. બીજી તરફ ટોળામાં રહેતા બે વ્યક્તિઓને ઈજાઓ પહોંચતા તેઓને ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

વેપારીઓમાં રોષ, બનાવને વખોડી કાઢીને કડક પગલા લેવા માગણી

ભચાઉમાં અસામાજીક તત્વો દ્વારા નગરપાલિકા કચેરીમાં તોડફોડ કરીને ભયનું વાતાવરણ ઉભુ કર્યું હતું અને દુકાનો બંધ કરાવીને શહેરને બાનમાં લેવાની કોશિષ કરવામાં આવી હતી જેને જુદી જુદી સંસૃથાઓએ તેમજ વેપારી એસોસીએશને વખોડી કાઢી છે. આજે ભચાઉના પ્રાંત અિધકારીને આવેદનપત્ર આપીને બનાવમાં સંડોવાયેલા તત્વો સામે કડક દાખલારૃપ પગલા લેવાની રજૂઆત કરાઈ છે.

નગરપતિ જાડેજાએ ફાયરીંગ કરીને મારી નાખવા  પ્રયાસ કર્યો : ઈજાગ્રસ્તનો આક્ષેપ

ભચાઉ નગરપાલિકા કચેરીમાં બબાલ સર્જાઈ હતી. આ ઘટનામાં નુરમામદ કાસમ અબડાને માથા તેમજ શરીરના ભાગે ઈજાઓ પહોચી હતી જેઓને જી.કે.જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તેઓએ નીવેદનમાં જણાવ્યું હતું કે, ગઈકાલે દબાણ તોડવા માટે નગરપાલિકા ટીમ આવી હતી ત્યારે બોલાચાલી થવા પામી હતી જેના સમાધાન માટે આજે તેમને બોલાવાયા હતા આ દરમિયાન અગાઉાથી જ તેઓને મારી નાખવાના ઈરાદે કાવત્રુ રચ્યંુ હોય તે રીતે નગરપાલિકાના પ્રમુખ તેમજ ધારાસભ્યના પુત્ર કુલદીપસિંહ જાડેજાએ તેઓ સાથે અસભ્ય વર્તન કર્યું હતું એટલુ જ નહીં તેઓ પર ધોકા, ધારીયા વડે ૧૦થી ૧ર ઈસમો તુટી પડયા હતા. એટલુંજ નહી તેઓ પર બંદુકાથી ગોળીબાર કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેઓને ગોળી વાગી ન હતી. વધુમાં ઈજાગ્રસ્તે જણાવ્યું હતું કે, તેઓ અગાઉ ચુંટણી લડી ચૂક્યા છે જે અંગેનું મનદુખ રાખીને તેમની સાથે એકયા બીજી રીતે કિન્નાખોરી કરવામાં આવે છે તેવો પણ આક્ષેપ કરાયો છે.



from Bhuj News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2XeiB1G

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages