વનસ્પતિશાસ્ત્રીઓએ લોનાવલા નજીકથી વિશિષ્ટ પ્રકારનું ફૂલ શોધી કાઢ્યું - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, 29 June 2019

વનસ્પતિશાસ્ત્રીઓએ લોનાવલા નજીકથી વિશિષ્ટ પ્રકારનું ફૂલ શોધી કાઢ્યું


(પ્રતિકાત્મક ફોટો)

મુંબઇ,તાઃ 29 જૂન 2019, શનિવાર

બોટનિકલ સર્વે ઓફ ઇન્ડિયા(બી.એસ.આઇ)ના પશ્ચિમ વિભાગના કેન્દ્ર(પુણે)ના બે વિજ્ઞાાનીઓએ લોનાવલા નજીકની એમ્બીવેલીના વેસ્ટર્ન ઘાટ્સમાંથી એક વિશિષ્ટ પ્રકારનું ફૂલ શોધી કાઢ્યું છે.આ ફૂલ પેક્ટેઇલીસ કોરીગેડેન્સીસ કુળનું છે.ફૂલનો રંગ સફેદ છે.

બી.એસ.આઇ.ના વનસ્પતિશાસ્ત્રી(બોટનિસ્ટ) જીવન જલાલ અને તેમના સાથીદાર વનસ્પતિશાસ્ત્રી જાનકીરામ જયંતિએ સપ્ટેમ્બર-૨૦૧૮દરમિયાનએમ્બીવલીનજીકનાકોરીગઢ આજુબાજુના વિસ્તારમાં વિવિધ પ્રકારની વનસ્પતિ,છોડ અને ફૂલો વિશે સંશોધન કર્યું હતું.આ સંશોધન દરમિયાન બંને વનસ્પતિશાસ્ત્રીઓને આ નવતર પ્રકારનું પુષ્પ જોવા મળ્યું હતું.આ ફૂલ વિશેનું સંશોધનપત્ર ગયા ફેબુ્રઆરી-૨૦૧૯માં પ્રસિદ્ધ પણ થયું છે.

વનસ્પતિશાસ્ત્રી જીવન જલાલે જણાવ્યું હતું કે હું છેલ્લાં સાત વરસથી મહારાષ્ટ્રનાં વિવિધ પ્રકારનાં પુષ્પો વિશે ગહન સંશોધન અને અભ્યાસ કરી રહ્યો છું.આ નવા પ્રકારનાં ફૂલનું નામ કોરીગઢ સાથે જોડયું છે કારણ કે તે કિલ્લાની નજીકના વિસ્તારમાં ઉગ્યાં છે. અમે આ કિલ્લા નજીકથી આ પુષ્પ અને તેના છોડના નમૂના પણ લીધા છે.આ વિશિષ્ટ પ્રકારના ફૂલની ઊંચાઇ અન્ય પુષ્પોની ઊંચાઇની સરખામણીએઘણી વધુ છે.

 જીવન જલાલે એવી માહિતી પણ આપી હતી કે પેક્ટેઇલીસ કોરીગેડેન્સિસ ફૂલ પહેલી જ વખત જોવા મળ્યું છે.અગાઉ તેની જાણ કોઇપણ વ્યક્તિને નથી થઇ કારણ કે ચોમાસાના દિવસોમાં આ કિલ્લા અને તેની નજીકના પરિસરની કાળજી લેવાતી નથી.મને ચિંતા છે કે આ વિસ્તારમાં અગાઉ આ નવતરઅને સુંદર ફૂલની કોઇએ કાળજી નથી લીધી કે તેને સાચવવા જરાય પ્રયાસ નથી કર્યો.અમારા સંશોધન મુજબ તો આ ફૂલ ખરેખર અલભ્ય બની ગયું છે.જોકે અમને અત્યારસુધીમાં એક જ પેક્ટેઇલીસ કોરીગેડેન્સિસ મળ્યું છે.

વનસ્પતિશાસ્ત્રી જીવન જલાલે એવી ચિંતા પણ વ્યક્ત કરી હતી કે આ સુંદર ફૂલ જ્યાં ઉગ્યાં છે તેની નજીક ખેતીવાડી થાય છે.હવે ખેડૂતો તેમની કામગીરી દરમિયાન કોઇ વધુ ખોદકામ કરે કે વધુ પ્રવૃત્તિ કરે તો આ મજેદાર છોડ અને તેના મનોહર ફૂલનું અસ્તિત્વ જોખમાઇ શકે છે.જોકે મેં આ અલભ્ય પુષ્પની દાંડીને સાચવી રાખી છે.આ વરસે અમે આવાં કુલ કેટલાં ફૂલ અને તેના છોડ છે તેની માહિતી મેળવીશું. 



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2XfzoSj

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages