ભુજ, શનિવાર
ગુજરાતી કરતા જુદી પડતી કચ્છી ભાષા જીજ્ઞાસુઓ માટે અભ્યાસનો વિષય બની છે. આ ઉપરાંત ગુજરાતી ભાષાની જાળવણીની પણ બહુ વાતો કરવામાં આવે છે. પરંતુ વરવી વાસ્તવિકતા અનુસાર કચ્છમાં અંગ્રેજી ભાષાની સ્કૂલોની સંખ્યામાં ભારે વાધારો થઈ રહ્યો છે. મળતી વિગતો અનુસાર કચ્છમાં હાલ અંગ્રેજી માધ્યમાથી ૧૦ર જેટલી ખાનગી હાઈસ્કૂલો ધમાધમી રહી છે. વાલીઓનું અંગ્રેજી ભાષા પ્રત્યેનું વળગણ જોતા સરકારે ખરેખર કચ્છના બાળકોના ભવિષ્ય વિશે કંઈક કરવું હોય તો હવે અંગ્રેજી માધ્યમની સરકારી શાળાઓ શરૃ કરવી રહી!
કચ્છ જિલ્લામાં પ્રાથમિક શાળાઓ બાદ આગળના અભ્યાસ માટે ૪ હજારાથી વધુ બાળકોએ ખાનગી શાળાઓ છોડીને સરકારી શાળાઓ પર પસંદગી ઉતારી હોવાની બાબત ગઈકાલે શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરાઈ હતી. બીજી તરફ વાલીઓમાં હવે અંગ્રેજી માધ્યમમાં જ બાળકોને અભ્યાસ કરાવવાની ઘેલછા જાગી છે. જેની સામે કચ્છમાં એક માત્ર ગત વર્ષે અંજારમાં શરૃ થયેલી સરકારી અંગ્રેજી માધ્યમની શાળા જ છે. જેના કારણે બાળકોને પરાણે ખાનગી શાળાઓમાં મુકવા પડી રહ્યા છે. સરકારે કચ્છના બાળકોને ભણતરની સારી સુવિાધા આપવી હોય તો અંગ્રેજી માધ્યમાથી સરકારી શાળાઓ દરેક તાલુકા માથકોએ શરૃ કરવી જોઈએ, તેવી લાગણી વાલીઓએ વ્યક્ત કરી છે. બીજી તરફ કચ્છમાં અંગ્રેજી માધ્યમના અભ્યાસના ક્રેઝની વાત કરીએ તો જિલ્લામાં ૧પ૭ સરકારી, ૯પ ગ્રાન્ટેડ અને ૧૮૦ ખાનગી મળી કુલ ૪૩ર જેટલી હાઈસ્કૂલો હાલ ચાલી રહી છે. આ પૈકી ગુજરાત બોર્ડનો અભ્યાસક્રમ ચલાવતી ૭૩ હાઈસ્કૂલ અંગ્રેજી માધ્યમની છે. આવી રીતે જ કેન્દ્રીય બોર્ડની ર૯ હાઈસ્કૂલો અંગ્રેજી માધ્યમનો અભ્યાસ કરાવી રહી છે. કચ્છમાં કુલ ૧૦ર શાળા અંગ્રેજી માધ્યમમાં ચાલે છે. શિક્ષણવિદ્દોના મતે આગામી એક દસકામાં આ આંકડો બમણો થઈ જાય તેવી પુરી શક્યતાઓ રહેલી છે. હવે જ્યાં ગુજરાતી ભાષાની જાળવણીના પણ ફાંફા પડી રહ્યા હોય ત્યાં પ્રાદેશિક કચ્છી ભાષા કેવી રીતે સાચવી શકાશે? તેવો ગંભીર સવાલ ભાષાવિદ્દોને સતાવી રહ્યો છે.
કચ્છમાં મોડેલ સ્કૂલ : ઈન્ફ્રાસ્ટ્રક્ચર અદ્યતન પણ શિક્ષકોની ઘટ!
મોંઘીદાટ ફી વસુલતી ખાનગી શાળાઓ જેવી જ માળખાકીય સુવિાધા કચ્છના બાળકોએ આપવા માટે સરકાર દ્વારા આઠ જેટલી મોડેલ સ્કૂલો શરૃ કરવામાં આવી છે. પરંતુ શાળાઓના અદ્યતન ઈન્ફ્રાસ્ટ્રક્ચર વચ્ચે શિક્ષકોની ઘટના કારણે લાખો રૃપિયાના ખર્ચ પછી પણ જે તે વિસ્તારના બાળકોને કોઈ ફાયદો થયો નાથી. કચ્છમાં દયાપર, નલિયા, અંજાર, રાપર, ભચાઉ, સામખિયાળી, બાલાસર અને માધાપરમાં મોડેલ સ્કૂલો ચાલે છે. પરંતુ મોટાભાગની શાળાઓમાં શિક્ષકોની ઘટ હોવાથી અદ્યતન સુવિાધાઓ આૃર્થવગરની બની ગઈ છે. બાળકોનું શિક્ષણ બગડી રહ્યું હોય વાલીઓ સરકારી મોડેલ સ્કૂલના બદલે ખાનગી શાળાઓનો સહારો લેવા મજબૂર બન્યા છે.
from Bhuj News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Njmoq3
No comments:
Post a Comment