થરાદના મહાજનપુરા પાસે કેનાલમાંથી ચાર મૃતદેહો બહાર કાઢતાં અરેરાટી - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, 28 June 2019

થરાદના મહાજનપુરા પાસે કેનાલમાંથી ચાર મૃતદેહો બહાર કાઢતાં અરેરાટી

થરાદ,તા.28 જૂન 2019, શુક્રવાર

થરાદમાંથી પસાર થતી નર્મદા કેનાલ દિન પ્રતિદિન ગોઝારી બનતી જાય છે. ચાલુ સપ્તાહમાં બે દિવસ અગાઉ ચાર પ્રેમી પંખીડાએ મોતની છલાંગ લગાવી જીવન ટુંકાવ્યું હતું. જેમાં આજે મહાજનપુરા પાસે પસાર થતી કેનાલમાં ત્રણ મૃતદેહો તરતા હોવાની જાણ થતાં લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા. પાલિકાતંત્રને જાણ કરતાં ઘટનાસ્થળે પહોંચી તરતી લાશ મહિલા અને બાળકો સહિત એક આધેડની લાશને બહાર કાઢતાં અરેરાટી ફેલાઈ જવા પામી હતી. જોકે હજુસુધી મહિલા અને બાળકોની કોઈ પોલીસ વિધી થઈ નથી.

થરાદ પંથકમાંથી પસાર થતી મુખ્ય નર્મદા નહેર જે સુસાઈટ પોઈન્ટ બનતી જાય છે. અવારનવાર આ મુખ્ય કેનાલમાં લોકો ઝંપલાવી મોતને વ્હાલુ કરે છે. હજી બે દિવસ પહેલા જ એક દિવસે નર્મદા કેનાલમાંથી ચાર જેટલા મૃતદેહ મળ્યા હતા. જેની સાહી સુકાઈ નથી ત્યારે ફરીએક માતા પોતાના બે સંતાન તથા એક અન્ય આધેડ વયના ઈસમના મૃતદેહ કેનાલમાંથી મળી આવતા પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. થરાદ તાલુકાના મહાજનપુરા ગામ પાસેથી પસાર થતી મુખ્ય નર્મદા નહેરની આજુબાજુના ખેડૂત લોકો ખેતરમાં કામ કરતા હતા ત્યારે અચાનક કેનાલમાં કોઈ પડયું હોય તેવું લાગતા લોકો ઘટના સ્થલે જઈને તપાસ કરતા ત્રણ વ્યક્તિના મૃતદેહ તરતા હોવાની માહિતી મળતા લોકો તાત્કાલિક નગરપાલિકાને જાણ કરવામાં આવતા પાલિકા ફાયરની ટીમ તથા તરવૈયા સુલતાન મીરને લઈ  ઘટના સ્થળે આવી પહોંચતા કેનાલમાં પડેલા માતા તથા બંને પુત્રોને શોધખોળ કરી બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારે અચાનક એક વૃધ્ધનો મૃતદેહ પણ કેનાલમાં તરતો હોવાનું માલુમ પડતા આ વૃદ્ધને બહાર કાઢવામાં આવ્યો હતો. જેની પાસે એક સ્ટીલનો દંડો તથા તમાકુની પડી મળી આવી હતી. તેના પરથી ઓળક થતા વૃદ્ધ ગણેશાજી ગેહલોત રહે.મોટીઢાણી માલગઢનો હોવાનું જાણવા મળેલ છે. જ્યારે આ લખાય છે ત્યાં સુધી મહેસાભા તેના બે પુત્રની કોઈ ઓળખવિધી થઈ ન હતી.

કઈ જગ્યાએથી કેનાલમાં ઝંપલાવ્યું તે અસમંજસ

થરાદની મુખ્ય નર્મદા કેનાલમાં અવાર નવાર કોઈને કોઈ ઈસમો ઝંપલાવીને મોતને વ્હાલુ કરતા હોય છે. આ ઈસમો કઈ જગ્યાએથી કેનાલમાં પડે તે માહિતી નથી હોતી પરંતુ મૃતદેહ તરતા તરતા જેતે ગામ સુધી આવે છે ત્યારે ગ્રામજનો દ્વારા વહિવટીતંત્રને જાણ કરી અને મૃતદેહ બહાર કાઢવાની મદદ કરવામાં આવે છે તેવું ગ્રામજનો દ્વારા જણાવવામાં આવ્યું હતું.

૧૦ જૂનથી ૨૯ જૂન દરમિયાન કેનાલમાં ઝંપલાવનાર

(૧) ૧૦ જૂન ઢીમા પુલ પાસેથી યુવકને ડૂબતા બચાવી લેવાયો (૨) ૧૨ જૂન અજાણ્યા યુવકનો મૃતદેહ મળ્યો. થરાદની મુખ્ય કેનાલમાંથી (૩) ૧૩ જૂન વાવના હેતલબેને ઝંપલાવ્યું (૪) ૧૫ જૂન ઉચોસણના લક્ષ્મણભાઈ ઠાકોરે ઝંપલાવ્યું (૫) ૧૬ જૂન દૂધ શીતકેન્દ્ર પાસે વાવના માડકા ગામના પતિ-પત્નીએ ઝંપલાવ્યું (૬) ૧૯ જૂન મહાજનપુરા પાસે અબાસભાઈ ઘાંચી (૭) ૨૦ જૂન માનીબેન પારેગી મોતની છલાંગ લગાવી (૮) ૨૭ જૂન લાખણી તાલુકાના બે પ્રેમી પંખીડા વામી કેનાલમાંથી મળ્યા હતા. કાસવી ગામનો યુવક તથા સણાવીયા ગામની યુવતીના મૃતદેહ મળી આવ્યા. (૯) ૨૮ જૂન એક માતા બે બાળકો તથા માલગઢના એક વૃદ્ધ ઈસમ મળી આવતા એક જ મહિનામાં આટલા અપમૃત્યુ થતા પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી.



from North gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2YgO0x0

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages