ગાંધીનગર, તા. 28 જૂન 2019, શુક્રવાર
રાજ્યના પાટનગરમાં છેલ્લા બે ત્રણ દિવસથી વાદળછાયુ વાતાવરણ સર્જાય છે પરંતુ વરસાદ હાથતાળી આપીને ગાયબ થઇ જતો હોય તેમ વરસ્યા વગર જ વાદળો પસાર થઇ જાય છે. જેના પગલે દિવસ દરમિયાન ભેજના પ્રમાણમાં ઘટાડો નોઁધાતા અસહ્ય ઉકળાટ ભર્યા વાતાવરણનો સામનો નગરજનો કરી રહ્યા છે. તો મહત્તમ અને લઘુત્તમ તાપમાનના પારામાં વધારો થવાના પગલે દિવસ દરમિયાન અકળાઇ જાય છે.
ત્યારે શુક્રવારે બપોરના સમયે વરસાદી ઝાપટું પડતાં ઠેકઠેકાણે પાણી ભરાયાં હતાં તો વરસાદી માહોલ બંધાયા બાદ વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી જવા પામી હતી.આમ વરસાદની રાહ જોઇ રહેલાં નગરજનોએ બપોરના સમયે પડેલા ઝાપટામાં પલળવાની મઝા પણ માણી હતી. તો વરસાદી માહોલના પગલે તાપમાનના પારામાં પણ વધઘટ નોંધાઇ હતી.
from Gandhinagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2xpOLYF
No comments:
Post a Comment