પાલનપુર તા.28 જૂન 2019, શુક્રવાર
બનાસકાંઠા જિલ્લામાં દિયોદર તાલુકાના દેલવાડા અને કાંકરેજ તાલુકાના ઘાઘોસ ગામની પ્રાથમિક શાળાઓને ક્ષતિગ્રસ્ત ઓરડાઓ અને શિક્ષકોનીઘટ ને લઇને વાલીઓ દ્વારા શાળાઓને તાળાબંધી કરવામાં આવતા શિક્ષણ વિભાગમાં હલચલ મચી જવા પામી હતી. આ તાળાબંધી ને લઇ શુક્રવારે દેલવાડા પ્રા.શાળાના ૨૫૦ વધુ વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત રહ્યા હતા. તેમજ કાંકરેજ તાલુકાના ઘાઘોસ ગામની પ્રાથમિક શાળામાં શિક્ષકોની અનિયમિતતાને કારણે ગ્રામજનો દ્વારા શુક્રવારે તાળાબંધી કરવામાં આવતા જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા આ બંને શાળાઓમાં તાત્કાલિક ટીપીઓ ને મોકલી તપાસના આદેશો આપ્યા હતા. જ્યાં શિક્ષણ અધિકારીઓએ વાલીઓ સાથે સમજાવટ કરવાના પ્રયાસ હાથ ધર્યા હતા.
બનાસકાંઠામાં છેલ્લા કેટલીય શાળાઓમાં ક્ષતિગ્રસ્ત અને પડવાના વાંકે ઉભેલા જર્જરીત ઓરડાઓમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જેમાં પાલનપુર,દાંતા, દિયોદર, કાંકરેજ, સુઇગામ, જેવા અનેક તાલુકાની શાળાઓમાં ક્ષતિ ગ્રસ્ત ઓરડાઓની ફરિયાદ વધુ જોવા મળી રહી છે. જર્જરીત ઓરડાઓ ને લઇ શાળામાં ભણતા બાળકો ની સુરક્ષાને લઇ વાલીઓ અને શાળા સંચાલકો દ્વારા અનેક વાર ઉચ્ચ કક્ષાએ રજુઆતો કરવામાં આવી છે. પરંતુ તંત્ર દ્વારા જર્જરીત શાળાઓ ની રજુઆતો ધ્યાને લેવામાં ન આવતા અંતે વાલીઓ તંત્ર સામે શાળાઓની તાળાબંધી નો માર્ગ અપનાવી રહ્યા છે. જેમાં દિયોદરના દેલવાડા અને કાંકરેજ ને ઘાઘોસ ગ્રામની પ્રા.શાળા ને ગ્રામજનો દ્વારા તાળાબંધી કરવામાં આવતા શિક્ષણતંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. સરકાર દ્વારા શિક્ષણ માટે પ્રવેશોત્સવ ,ગુણોત્સવ જેવા અનેક ક્રાર્યક્રમો પાછળ ખર્ચો કરવામાં આવે છે. જ્યારે વર્ષો જુના જર્જરીત ઓરડાઓનું સમાર કામ ને નજર અંદાજ કરવામાં આવતા વાલીઓ રોષ જોવા મળે છે. ત્યારે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે બનાસકાંઠામાં ક્ષતિ ગ્રસ્ત ઓરડાઓ નું નવીનીકરણ અને ઓરડાઓની ઘટ દુર કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
ક્ષતિગ્રસ્ત૨૦૦ ઓરડા મંજુર થયાઃ જિલ્લા શિક્ષણાધિકારી
બનાસકાંઠામાં ક્ષતિગ્રસ્ત ૧૧૦૦ ઓરડાઓની સામે ૨૦૦ ઓરડા મંજુર થયા છે. જેમાંથી ૧૦૦ ની મંજુરી મળતા હાલ વધુ ક્ષતિગ્રસ્ત શાળામાં ઓરડાઓનું કામ ચાલુ થશે આ અંગે અમોએ પણ સરકારમાં રજુઆત કરેલી છે.
દાંતા વિસ્તારમાં બાળકો ઝાડની છાયામાં અભ્યાસ, જિલ્લા પંચાયત પ્રમુખ
બનાસકાંઠા જિલ્લા પંચાયત પ્રમુખ પીનાબેન ધાડિયાએ જણાવ્યું હતું કે અમો એ નવીન ઓરડાઓની મંજુરીને લઇને વિગતવાર રજુઆતો રાજ્ય સરકારમાં કરવામાં આવી છે. પરંતુ સરકાર દ્વારા પૂરતા ઓરડાની મંજૂરી ન આપતા આજે પણ સરહદી છેવાડાના ગામો તેમજ અંબાજી- દાંતા વિસ્તારની કેટલીક શાળાઓમાં વિદ્યાર્થીઓ ઝાડની છાયામાં અભ્યાસ કરી રહ્યા છે.
વાલીઓનું ૧૫ દિવસનું અલ્ટીમેટમ
દિયોદરના દેલવાડા ગામના ગ્રામજનોએ રજુઆતોના અંતે આજે શાળાને તાળાબંધી કરી છે. જો ૧૫ દિવસમાં ઓરડાઓની મંજુરીઓ નહિ મળે તો શાળાઓને કાયમી તાળા લાગશે.
from North gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2NfBlcv
No comments:
Post a Comment