રાહુલ ગાંધી બાદ કોના હાથમાં જશે કોંગ્રેસની કમાન? - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, 29 June 2019

રાહુલ ગાંધી બાદ કોના હાથમાં જશે કોંગ્રેસની કમાન?

નવી દિલ્હી, તા. 30 જૂન 2019, રવિવાર

લોકસભા ચૂટણીમાં કોંગ્રેસના ખરાબ પ્રદર્શન બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગંધી પોતાના પદ પરથી રાજીનામું આપવા માટે અડગ છે. એવામાં નવા અધ્યક્ષ તરીકે કોને રાખવા તેનો નિર્ણય નહીં લેવાતાં કોંગ્રેસ મુશ્કેલીમાં મુકાણી હોઈ તેવું લાગી રહ્યું છે. જોકે, કોંગ્રેસના અધ્યક્ષ પદના વિકલ્પ માટે થોડા નેતાઓના નામની ચર્ચા થઈ રહીં છે.

કોંગ્રેસના જૂના યૌદ્ધામાં મલ્લિકાર્જુન ખડ઼ગે. અશોક ગેહલોત અને સુશીલ કુમાર શિંદેનું નામ આગળ આવી રહ્યું છે. આ ત્રણ નામ આગળ આવવાનું મુખ્ય કારણ તેમનો અનુભવ અને કોંગ્રેસ પાર્ટી પ્રત્યેની વફાદારી છે. છેલ્લા પાંચ વર્ષમાં લોકસભામાં વિપક્ષ નેતાના રૂપે મલ્લિકાર્જુન ખડ઼ગેનું કામ સારૂં છે.

એક બીજા પ્રસ્તાવમાં કોંગ્રેસના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નામ સામે આવી રહ્યું છે. મનમોહન સિંહના નામની પાછળ પ્રિયંકાના ચાહકો પ્રિયંકાને પદ આપવાની માગ કરી રહ્યા છે. એ લોકો ઈચ્છે છે કે, છેલ્લે પ્રિયંકાને પાર્ટીની કમાન આપવામાં આવે. એક વિકલ્પ આ પણ છે કે, યૂપીએ ચેયરપર્સન સોનિયા ગાંધીને ટેમ્પરેરી કોંગ્રેસ અધ્યક્ષ બનાવવામાં આવે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2NlgZPi

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages