જાસપુર કેનાલમાં અમદાવાદના યુવાનનો આપઘાત - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, 29 June 2019

જાસપુર કેનાલમાં અમદાવાદના યુવાનનો આપઘાત


કલોલ,  તા. 29 જૂન 2019, શનિવાર

જાસપુર કેનાલમાં અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં રહેતા યુવકની લાશ મળી આવી હતી. સાંતેજ પોલીસે યુવકની લાશ બહાર કઢાવી હતી. એક તરફી પ્રેમ પ્રકરણમાં યુવકે આપઘાત કર્યો હોવાની વિગતો બહાર આવી હતી.કલોલના જાસપુર ગામ ખાતે આવેલી નર્મદા કેનાલમાં આપઘાતના કિસ્સા વધી રહ્યાં છે. દિન પ્રતિદિન લાશો મળતી હોવાથી લોકોમાં ચકચાર પણ મચી છે. ત્યારે તા.૨૮ જૂનની બપોરે પણ જાસપુર કેનાલમાંથી એક યુવકની લાશ મળી આવી હતી. સાંતેજ પોલીસને ઘટનાની જાણ થતાં દોડી આવી હતી. મૃતકના ખિસ્સામાંથી મોબાઇલ ફોન મળી આવતા તેની ઓળખ થઇ હતી.

મૃતક શાહીબાગમાં આવેલી કાજીમિયાની ચાલીમાં રહેતો ૧૯ વર્ષિય કૃણાલ અશોકભાઇ દંતાણી હોવાની વિગતો પોલીસ તપાસમાં બહાર આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર એક તરફી પ્રેમમાં પાગલ થઇને યુવકે આત્મહત્યાનું અંતિમ પગલું ભર્યું હોવાની પ્રાથમિક વિગતો પોલીસ તપાસમાં બહાર આવી છે. પોલીસે મૃતકની લાશનું પોસ્ટમોર્ટમ કરાવી લાશનો કબ્જો તેના વાલી વારસોને સોંપ્યો હતો અને આ ઘટના અંગે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ શરૂ કરી છે.



from Gandhinagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2RHwH5U

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages