મોબાઇલ ફોનમાં સોશિયલ મિડિયામાં વિડિયો જોઈને બાળકીની આત્મહત્યા - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 30 June 2019

મોબાઇલ ફોનમાં સોશિયલ મિડિયામાં વિડિયો જોઈને બાળકીની આત્મહત્યા


મુંબઇ, તા. 30 જૂન 2019, રવિવાર

સોશિયલ મિડિયાનો વધુ પડતો ઉપયોગ ઘણી વખત જીવલેણ બની જાય છે. મોબાઇલ ફોનમાં વિડિયો જોઈને ૧૨ વર્ષીય બાળકીએ આત્મહત્યા કરતા નાગપુરમાં ચકચાર જાગી હતી. બાળકીએ તેના ઘરમાં ગળાફાસો ખાઈ લીધો હતો. પોલીસે મામલાની નોંધ લઈ વધુ તપાસ આદરી છે. 

નાગપુરના હંસાપુરી પરિસરમાં આ ઘટના બની હતી. ૧૨ વર્ષીય સુરેખા (નામ બદલ્યું છે) તેના માતા-પિતાના મોબાઇલ ફોનમાં આત્મહત્યા કરવાના વિડિયો જોતી હતી. આ જોઈને ગઈ કાલે ઘરમાં સુરેખાએ પંખા સાથે નાયલોનની દોરીથી ગળાફાંસો ખાઈ લીધો હતો. તેની નાની બહેને માતાને બનાવતી માહિતી આપી હતી. પછી સુરેખાને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં ડોક્ટરે તેને મૃતઘોષિત કરી હતી. પોલીસે આ મામલે  એક્સિડેન્ટલ ડેથનો કેસ દાખલ કર્યો છે.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2FKIPhw

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages