ભુજ, તા.ર૭
અષાઢી બીજા પૂર્વે મેઘરાજાએ હેત વરસાવતા ઠેરઠરે ઝાપટાથી ઈને ધોધમાર વરસાદ વરસ્યો હતો જેાથી તળાવો, ડેમોમાં પાણીનો સંગ્રહ થયો છે. મધ્યમ સિંચાઈના ડેમોમાં વરસાદી નીરની આવક થઈ છે. જિલ્લા ફલ્ડ કંટ્રોલના સૂત્રોના જણાવ્યા પ્રમાણે લખપત તાલુકામાં આવેલા મધ્યમ સિંચાઈના નરા ડેમમાં ૩૪ ક્યુસેક પાણીનો તેમજ ગજણસર ડેમમાં ૬પર ક્યુસેક પાણીનો સંગ્રહ થયો છે. આ ડેમો સાવ જ ખાલીખમ થઈ ગયા હતા. રાપર તાલુકાના નીલપર ડેમમાં ૧૦ ફુટ પાણી આવ્યા છે. નખત્રાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં તેમજ ત્રણણ દિવસ પૂર્વે આમારા પંથકમાં અંદાજે પાથી ૬ ઈંચ જેટલો ભારે વરસાદ ખાબકતા નદી નાળા બે કાંઠે વહેતા થયા થયા હતા તેમજ ગામનું તળાળ ઓગની જતા લોકોએ અડાધો દિ કામકાજ બંધ રાખીને તળાવમાં વાધામણા કર્યા હતા. લખપત, અબડાસા પંથકમાં થયેલા ભારે વરસાદાથી પાણીનો સંગ્રહ તળાવ, ડેમોમાં થયો છે. હાજીપીર, નરા પંથકમાં સારો વરસાદ થતા નરા ડેમમાં નવા પાણીની આવક થવા પામી હતી. કાળા ડુંગરની તળેટી વિસ્તારમાં આવેલા સિંચાઈના તળાવો ભરાઈ ગાય છે. નરેગા કામના ફઝલવાંઢ, અલૈયાવાંઢ, હારૃન વાંઢના તળાવમાં નવા નીર આવ્યા છે. પચ્છમ બાજુ પાણીનો પ્રશ્ન થોડો હળવો થતા માલાધારીઓમાં આનંદ ફેલાયો છે.
રાપર તાલુકામાં મેઘરાજાની મહેર થતાં ધરતીપુત્રોએ વાવણી શરૃ કરી
રાપર તાલુકામાં મેઘરાજાની મહેર થતાં ધરતીપુત્રો ખુશખુશાલ થઈ ગયા છે. લાંબા સમયના અછતના ઓછાયા બાદ વરસાદની મહેર થતા ખેડુતોએ વાવણી શરૃ કરી છે. વરસે તો વાગડ ભલો કહેવત મેઘરાજાએ સાર્થક કરી હોય તેમ છેલ્લા ચારેક દિવસાથી મેઘમહેર થઈ રહી છે. આજે ઉાધાડ નીકળતા વાગડ વિસ્તારના રાપર,બાલાસર, ગેડી, ફતેહગઢ, કિડીયાનગર,ગાગોદર, બાદરગઢ, ખીરઈ,રવ, નંદાસર,કલ્યાણપર, પલાસવા, શિરાવાંઢ, લોદ્રાણી, નીલપર સહિત ખડીરના અનેક ગામોમાં લાવણી કરવા માટે ખેડૂતો લાગી ગયા છે. મેઘરાજાની મહેર થતા ધરતીપુત્રોએ મગ, જુવાર, બાજરો, એરંડા, તલ સહિતના પાકોનું વાવેતર શરૃ કર્યું છે. વન વગડામાં જ્યાં નજર કરો તે સીમાડાઓ ટ્રેકટરાથી ખેડાવા લાગ્યા છે. મેઘરાજાએ વાગડ વિસ્તારમાં કાચા સોના જેવું હેત વરસાવતા ધરતીપણ લીલી ચાદર ધારણ કરતા પશુ- પંખી માટે પણ નિરાંત થઈ છે.
from Bhuj News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2XDaCuG
No comments:
Post a Comment