ચિલોડા-હિંમતનગર હાઈવે ઉપર હવે એસટી બસમાં વિદેશી દારૂની હેરાફેરી વધી..! - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 30 June 2019

ચિલોડા-હિંમતનગર હાઈવે ઉપર હવે એસટી બસમાં વિદેશી દારૂની હેરાફેરી વધી..!


ગાંધીનગર, તા. 30 જૂન 2019, રવિવાર

રાજયમાં દારૂબંધી હોવા છતાં પરપ્રાંતમાંથી વિદેશી દારૂનો જથ્થો ઘુસાડવામાં આવતો હોય છે ત્યારે હવે ખેપિયાઓ સરકારી એસટી બસનો દારૂની હેરાફેરી માટે ઉપયોગ કરી રહયા છે. ચિલોડા પોલીસે આજે સવારે એસટી બસમાંથી વિદેશી દારૂ સાથે ઉતરેલા અમદાવાદના બે ખેપિયાઓને દારૂની ર૪ બોટલ સાથે ઝડપી પાડયા હતા અને તેમની સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી શરૂ કરી છે.

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બુટલેગરો કોઈપણ ભોગે દારૂ ઘુસાડવા માટે મથતાં હોય છે. પરપ્રાંતમાંથી વાહનોમાં વિદેશી દારૂનો જથ્થો લાવતાં હોય છે ત્યારે પોલીસને બાતમીના આધારે વાહનો ઝડપાઈ જતાં હોય છે. જેથી હવે બુટલેગરોએ દારૂની હેરાફેરી કરતાં ખેપિયા દારૂ લાવવા માટે ખાનગી લકઝરી બસ અને એસટીના મુસાફર બની દારૂ ઘુસાડી રહયા છે. 

ચિલોડા પોલીસ દ્વારા અત્યાર સુધીમાં આવા સંખ્યાબંધ કેસ શોધી કાઢવામાં આવ્યા છે ત્યારે આજે સવારના સમયે ચંદ્રાલા પાસે પોલીસની ટીમ વાહનચેકીંગ કરી રહી હતી ત્યારે હિંમતનગર તરફથી આવતી એક એસટી બસને તપાસ માટે ઉભી રાખવામાં આવી હતી. જેથી તેમાં સવાર બે શખ્સો પોતાના થેલા સાથે ઉતરીને ભાગવા લાગ્યા હતા. 

પોલીસે આ બન્નેને ઝડપી લીધા હતા. પુછપરછમાં તેમનું નામ ઓમપ્રકાશ ગંગાસિંહ રાવત અને જશવંતસિંહ દીલીપસિંહ રાવત રહે.હાઈવે મોલ, ચાંદખેડા સ્ટાફ કવાર્ટસ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે તેમની પાસેથી વિદેશી દારૂની ર૪ બોટલ કબ્જે કરી હતી અને આ દારૂ તેઓ રાજસ્થાનના અજમેર ખાતે એક ઠેકા ઉપરથી લાવ્યા હોવાનું બહાર આવ્યું હતું. 

અમદાવાદમાં તેઓ દારૂનું છુટક વેચાણ કરતાં હોવાનું પણ બહાર આવ્યું છે. પોલીસે તેમની પ્રોહીબીશન એકટ હેઠળ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.



from Gandhinagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2IYHVQt

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages