'દંગલ' ફિલ્મથી પદાર્પણ કરનારી ઝાયરા વસીમના બોલીવુડને રામ રામ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 30 June 2019

'દંગલ' ફિલ્મથી પદાર્પણ કરનારી ઝાયરા વસીમના બોલીવુડને રામ રામ


મુંબઇ, તા. 30 જૂન 2019, રવિવાર

'દંગલ' ફિલ્મ દ્વારા બોલીવુડમાં પદાર્પણ કરનારી અભિનેત્રી ઝાયરા વસીમે કલાવિશ્વ છોડવાનો નિર્ણય લીધો છે. ઝાયરાએ સોશિયલ મીડિયા પર રવિવારે પોસ્ટ લખી હતી કે, 'બોલીવુડમાં મારી પ્રગતિ થઈ રહી હોય, હું અહીં યોગ્ય લાગતી હોઉં તો પણ હું ખુશ નથી. આ ક્ષેત્ર મને મારા ઈમાનથી દૂર ખેંચી રહ્યું છે. હું અલ્લાહના રસ્તેથી ભટકી હતી.' એવું તેણે લખ્યું છે. તેના આ નિર્ણયને કારણે અનેકોને આંચકો લાગ્યો છે. તો અમુક લોકોએ તેને ટ્રોલ પણ કરી છે. જોકે જમ્મુ કાશ્મીરના માજી મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાને ઝાયરાને પીઠબળ આપ્યું છે.

ઓમર અબ્દુલ્લાએ ટ્વિટ કરી જણાવ્યું છે કે, 'ઝાયરા'ના નિર્ણય પર કે તેની પસંદગી પર પ્રશ્નો ઊભા કરનારા આપણે કોણ? પોતાની ઈચ્છાનુસાર જીવવાનો તેને પૂર્ણાધિકાર છે. તેણે જે નિર્ણય લીધો છે તેનાથી તે આનંદિત હશે એવી હું આશા વ્યક્ત કરું છું અને તેને આગામી પગલાંઓ માટે શુભેચ્છા પાઠવું છું.'

આ અભિનેત્રીને દંગલ ચિત્રપટમાં ઉત્કૃષ્ટ અભિનય માટેનો રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો છે. પરંતુ પોસ્ટમાં ધાર્મિક કારણ આપતાં તેના ચાહકો નારાજ થયા છે.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2xmGWmU

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages