બિહારમાં બસ વીજળીના તારની લપેટમાં આવતાં ત્રણનાં મોત, અનેક ઘાયલ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 26 June 2019

બિહારમાં બસ વીજળીના તારની લપેટમાં આવતાં ત્રણનાં મોત, અનેક ઘાયલ


(પીટીઆઈ) નવાદા, તા. 26 જૂન, 2019, બુધવાર

બિહારના નવાદા જિલ્લામાં મુસાફરોથી ભરેલી એક બસ હાઈટેંશન તારની લપેટમાં આવી જતા કરંટ લાગવાથી ત્રણ લોકોના મોત થયા છે અને એક ડઝન જેટલા લોકોને ઈજાઓ પહોંચી છે. ઘાયલ લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ચાર લોકોની હાલત ખૂબ ગંભીર હોવાનું જણાવવામાં આવ્યું છે. રાજ્યના કૌવાકોલ થાણા ક્ષેત્રના ઝિલાર જંગલમાં યોગિયા સ્થાન પર એક બસ હાઈટેંશન તારના સંપર્કમાં આવી જતા આ દુર્ઘટના ઘટી હતી. 

આશરે 50 જેટલા મુસાફરો ભરેલી બસ તારના સંપર્કમાં આવતા બસમાં સવાર પિતા-પુત્ર સહિત ત્રણ લોકો મોતને ભેટયા હતા. ઘાયલ મુસાફરો પૈકીના ત્રણને વધારે સારી સારવાર માટે પટનાની હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. બસમાં સવાર તમામ લોકો ઝુમરાય એક પૂજા અને બલિની વિધિમાં સામેલ થવા માટે જઈ રહ્યા હતા. બસ જ્યારે યોગિયા સ્થાન પાસે પહોંચી ત્યારે રસ્તાના કિનારે લટકી રહેલા હાઈટેંશન તારના સંપર્કમાં આવતા આ દુખ:દ અકસ્માત થયો હતો.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2YotiLX

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages