બિહારમાં ડોક્ટરની બેદરકારી, ડાબાને બદલે જમણા હાથને પ્લાસ્ટર કરી દીધું - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 26 June 2019

બિહારમાં ડોક્ટરની બેદરકારી, ડાબાને બદલે જમણા હાથને પ્લાસ્ટર કરી દીધું


(પીટીઆઈ) દરભંગા, તા. 26 જૂન, 2019, બુધવાર

ઉત્તર બિહારની પ્રમુખ હોસ્પિટલ ડીએમસીએચમાં ડોક્ટરની લાપરવાહીનો કિસ્સો સામે આવ્યો છે. આ હોસ્પિટલમાં હાડકાંને લગતા રોગોના વિભાગમાં સાત વર્ષના બાળકને ડાબાને બદલે જમણા હાથમાં પ્લાસ્ટર કરી દેવામાં આવ્યું હતું. આ કેસ સામે આવતાં જ સ્વાસ્થ્ય વિભાગમાં હડકંપ મચી ગયો હતો.

સ્વાસ્થ્ય મંત્રી મંગલ પાંડેએ ડીએમસીએચના અધીક્ષક ડો. રાજ રંજન પ્રસાદને ફોન કરીને આ બનાવની તપાસ કરવા આદેશ આપ્યો હતો. હનુમાનનગરના રહેવાસી મો. શાહજાદના સાત વર્ષીય દીકરા ફૈજાનને પડી જવાને કારણે ડાબા હાથમાં વાગી ગયું હતું જેથી તેને ડીએમસીએચ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. 

ફૈજાનને હાથે પ્લાસ્ટર કરાવીને ઘરે પહોંચ્યા બાદ ડોક્ટરે ઈજા પહોંચી હતી તે હાથને બદલે અન્ય હાથને પ્લાસ્ટર કરી દીધું હોવાની ખબર પડી હતી. આ કારણે ફૈજાનને લઈને તેનો પરિવાર ફરીથી હોસ્પિટલ પહોંચી ગયો હતો અને ફરિયાદ કરી હતી. હોસ્પિટલના અધીક્ષક ડો. રાજ રંજન પ્રસાદના કહેવા પ્રમાણે આ કેસ લાપરવાહીનો છે કે માનવીય ભૂલનો તે તપાસ બાદ જ જાણી શકાશે. 



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/31UrGLV

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages