મરાઠા આરક્ષણને હાઈકોર્ટની મંજૂરીઃપણ ટકાવારી ઘટાડી 12-13 ટકા કરવાનો આદેશ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 27 June 2019

મરાઠા આરક્ષણને હાઈકોર્ટની મંજૂરીઃપણ ટકાવારી ઘટાડી 12-13 ટકા કરવાનો આદેશ


મુંબઇ તા. 27 જૂન 2019, ગુરુવાર

બંધારણની દ્રષ્ટીએ ૫૦ ટકા આરક્ષણ આપવાની મર્યાદા હોય તેમ છતાં અપવાદાત્મક પરિસ્થિતિમાં તેમાં ફેરફાર કરી શકાય છે, એમ જણાવીને સરકારનો આરક્ષણ આપવાનો અધિકાર હોવાનો ચુકાદો બોમ્બે હાઈ કોર્ટે આપ્યો છે. પછાત વર્ગના પંચના અહેવાલ અનુસાર મરાઠા સમાજ સામાજિક અને શૈક્ષણિક દ્રષ્ટીએ પછાત હોવાનું કહીને નોકરી તથા શિક્ષણમાં આરક્ષણ આપવાનો કાયદો યોગ્ય હોવાનો મહત્ત્વપૂર્ણ ચુકાદો હાઈ કોર્ટના ન્યાયમૂર્તિ ભારતી ડાંગરે અને રણજીત મોરેની બેન્ચે આપતાં મરાઠાઓનો વિજય થયો છે.

કોર્ટે નોંધ્યું હતું કે સમિતિના અહેવાલમાં શિક્ષમમાં ૧૨ ટકા અને નોકરીમાં ૧૩ ટકા આરક્ષણની ભલામણ કરાઈ હતી., પણ સરકારે ૧૬ ટકા આરક્ષણ આપ્યું છે. આથી રાજ્ય સરકારે અસ્તિત્વમાં લાવેલો આરક્ષણ કાયદો યોગ્ય હોવા છતાં આરક્ષણની ટકાવારી ૧૨થી ૧૩ ટકા રાખવી પડશે, એમ હાઈ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું. 

રાજ્યમાં મરાઠા સમાજને સરકારી નોકરી અને શિક્ષણમાં આરક્ષણ આપતો કાયદો બંધારણના કાયદા અનુસાર જ હોવાનું જણાવીને તેને સ્થગિતી આપવાની અરજી કોર્ટે ફગાવી દીધી છે. આસાધારણ સ્થિતીમાં સમાજનું પછાતપણું સિદ્ધ થયા બાદ યોગ્ય આરક્ષણ આપવાનો સરકારનો અધિકાર છે. તેમાં કોન્દ્ર સરકારે ૧૪ ઓગસ્ટ ૨૦૧૮ના રોજ કરેલા બંધારણના ફેરફારને કોઈ અડચણ નથી, અમે  પણ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું.

આરક્ષણના વિરોધમાં ચાર અને તેની તરફેણમાં થયેલી બે જનહિત અરજી કરાઈ હતી.આમાં કુલ ૨૨ હસ્તક્ષેપ અરજીઓ થઈ હતી જેમાં ૧૬ સમર્થનમાં અને છ વિરોધમાં હતી.છઠ્ઠી ફેબુ્રઆરીથી દરરોજ અંતિમ સુનાવણી થયા બાદ હાઈ કોર્ટેે ૨૬ માર્ચ પર ચુકાદો બાકી રાખ્યો હતો. ઉનાળુ વેકેશન હોવાથી અરજીની સુનાવણી થઈ શકી નહોતી. આથી હાઈ કોર્ટે આજે ચુકાદો આપ્યો હતો. ચુકાદા સમયે કોર્ટરૂમની બહાર ભારે ગિર્દી જોવા મળી હતી.

મરાઠા સમાજને ૧૬ ટકા આરક્ષણ આપવાનો કાયદો સરકારે ૩૦ નેવેમ્બર ૨૦૧૮ના રોજ ક ર્યો હતો. ત્યાર બાદ તેને પડકારતી અરજી જયશ્રી પાટીલ, સંજીત શુક્લા, ઉદય ભોપળે સહિત અનેક લોકોએ કરી હતી. વૈભાવ કદમ, અજીતનાથ કદમ અને અખિલ ભારતીય મરાઠા મહાસંઘ સહિત અનેક લોકોએ  કાયદાના સમર્થનમાં અરજી કરી હતી. આ તમામ અરજી પર કોર્ટે એકત્રિત સુનાવણી કરી હતી.

મરાઠા સમાજની કુલ લોકસંખ્યા રાજ્યની કુલ લોકસંખ્યાના ૩૨ ટકા છે. આ રાજ્ય સરાકરનો દાવો ખોટો છે અને રાજ્ય પછાત પ્રવર્ગ પંચે ખોટું વિશ્લેષણ કરીને મરાઠા સમાજને પછાત ગણાવ્યો છે, એવો દાવો વિરોદ કરતી અરજીમાં કરાયો હતો.

હાઈ કોર્ટનો ચુકાદો ન્યાયાલયીન પ્રક્રિયાનો ભંગ કરનારો છેે. આ ચુકાદા સામે વહેલાંસર સુપ્રીમ કોર્ટમાં પડકાર ફેંકતી અરજી કરવામાં આવશે, એવી પ્રતિક્રિયા અરજદાર વતી વકિલ એડવોકેટ ગુણરત્ન સદાવર્તેએ આપી હતી.

રાજ્યમાં હાલ ૨૦ ટકા અનુસૂચિત જાતી જમાતી, ૧૯ ટકા અન્ય પછાત વર્ગ, ૧૧ ટકા ભટકતી વિમુક્ત જાતી, ૧૦ ટકા ખુલા વર્ગના આર્થિક પછાત, બે ટકા વિશેષ પછાત વર્ગ માટે અને હવે મરાઠા આરક્ષણ માટે ૧૬ ટકાના નિર્ણય કરાયો હતો જે હવે હાઈ કોર્ટે ૧૨-૧૩ ટકા કરવાનો ચુકાદો આપ્યો છે.

મરાઠા આરક્ષણનો ચુકાદોઃ મુખ્યપ્રધાને હાઈકોર્ટના અને સંબંધિત પક્ષોનો આભાર માન્યો

મરાઠા સમાજના અનામત મુદ્દે આજે મુંબઈ હાઈકોર્ટ તરફથી આપવામાં આવેલા ઐતિહાસિક ચૂકાદાનું સ્વાગત કરીને મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસએ આજે મહારાષ્ટ્ર વિધાનસભાના સદનમાં હાઈકોર્ટ, વિધાનમંડળના બન્ને સદન, રાજ્ય પછાત વર્ગ પંચ, મહાધિવકતા આ તમામ સંબંધિતોના આભાર માન્યા હતા. વિધાન પરિષદ અને વિધાનસભા આ બન્ને સદનમાં મરાઠા અનામત માટે કાનુન બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી અને એકમતથી ખરડો પસાર કર્યો. 

આ માટે ચંદ્રકાંતદાદા પાટીલના અધ્યક્ષતા હેઠળ પ્રધાનોની કમિટીનું ગઠન કરવામાં આવ્યું હતું. આ કમિટીએ ઝડપથી કામ કર્યું. સમયસર રિપોર્ટ આપ્યા, મરાઠા ક્રાંતિ મોરચા સાથે વિવિધ સંઘટનાઓના હોદ્દેદારો તેમજ આ મોર્ચા સામે યોગ્ય ભૂમિકા રજૂ કરનારા સાંસદ છત્રપતિ શિવાજી રાજે, મિત્ર પક્ષો, શિવસેનાના બધા નેતા, વિપક્ષોના નેતા આ બધાનો આભાર વ્યક્ત કરીને મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસએ આ સંઘર્ષ અને લડતનો મહત્ત્વનો તબક્કો સફળ થયો, જીત હાસિલ કરી, ઓબીસી અનામતને ધક્કો લાગ્યા વગર મરાઠા અનામત સંપૂર્ણ સુરક્ષિત કરવામાં આપણો સફળ થયા, એની પ્રતિક્રિયા વ્યક્ત કરીને મુખ્યપ્રધાન ફડણવીસએ મહત્ત્વના મુદ્દાઓની સદનમાં જાણકારી આપી. ભણતરમાં ૧૨ ટકા અને નોકરીઓમાં ૧૩ ટકા અનામત મરાઠા સમાજને આપવાનો ચૂકાદો હાઈકોર્ટ તરફથી આપવામાં આવ્યો છે.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2J9Nomr

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages