રાજકોટમાં નોન જ્યુડીશ્યલ સ્ટેમ્પની જબરી ડીમાન્ડ : 124 કરોડનું ઈન્ડેન્ટ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 27 June 2019

રાજકોટમાં નોન જ્યુડીશ્યલ સ્ટેમ્પની જબરી ડીમાન્ડ : 124 કરોડનું ઈન્ડેન્ટ


રાજકોટ, તા.27 જૂન 2019, ગુરૂવાર

રાજકોટની શહેરની ચારે દિશામાં બાંધકામનો વ્યવસાય પુરબહારમાં ખિલ્યો હોવાથી દસ્તાવેજ સહિતના કામો માટે નોન જ્યુડિશ્યલ સ્ટેમ્પ પેપરની જબરી ડીમાન્ડ ઉભી થતા આ વખતે રાજકોટની તિજોરી કચેરીએ સ્ટેમ્પ ડયુટી વિભાગને પત્ર પાઠવી રૂા ૧૦૦, ૫૦૦, ૧૦૦૦ અને રૂા ૨૫૦૦૦ના સ્ટેમ્પની ડીમાન્ડ કરી છે. તેમજ આગામી દિવસોમાં સ્ટેમ્પ પેપરની જરૂરિયાત સંતોષવા માટે ૧૨૪ કરોડનું ઈન્ડેન્ટ તૈયાર કરી સબંધિત વિભાગને મોકલી આપ્યું હોવાનું જાણવા મળે છે.

રાજકોટમાં સ્ટેમ્પ ડયુટી મૂલ્યાંકન વિભાગને જિલલા તિજોરી કચેરી દ્વારા કરવામાં આવેલી રજૂઆતમાં જણાવાયું છે કે, રૂા ૧૦૦ના ૪ લાખ નંગ સ્ટેમ્પ પેપરની જે માંગણી કરવામાં આવી હતી તે પૈકી ૧,૨૮,૦૦૦ નંગ સ્ટેમ્પ પેપરનો જથથો હજુ આજ સુધી મળ્યો નથી. તેથી અત્યારે દોઢ લાખ નંગ સ્ટેમ્પ પેપરની જરૂર છે. એ જ રીતે રૂા ૫૦૦ના ૧૬ હજાર નંગની જરૂરિયાત સામે ૧૨ હજાર નંગ સ્ટેમ્પ પેપર ફાળવવામાં આવ્યા છે. આ સ્થિતિમાં સ્ટેમ્પ પેપરની સંભવિત અછત નિવારવા માટે રાજકોટ જિલ્લા તિજોરી કચેરીએ સ્ટેમ્પ ડયુટી વિભાગના નાયબ કલેકટરને પત્ર પાઠવી સ્ટેમ્પપેપરની અછત સર્જાય તે પહેલા નોન જ્યુડીશ્યલ સ્ટેમ્પ પેપરનો જથ્થો ફાળવવા રજૂઆત કરી છે.

રાજકોટની પોસ્ટ ઓફિસ, તાલુકાની પેટા તિજોરી કચેરી અને વેન્ડરોને સ્ટેમ્પ પેપર ફાળવવાની વિગતોમાં સંદર્ભમાં જિલ્લા તિજોરી અધિકારીએ જણાવ્યું હતું કે, રાજકોટમાં લાયસન્સ પાત્ર માત્ર ૧૫ વેન્ડરો જ છે. એ સિવાય અન્ય કોઈ વેન્ડર પાસે લાયસન્સ નથી લાયસન્સ વગર સ્ટેમ્પ પેપરનું વેચાણ અનધિકૃત ગણાય છે. આ અંગેની તપાસ કલેકટર કચેરી દ્વારા થવી જોઈએ વધુમાં આગામી છ મહિનાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને રૂા ૧૨૪ કરોડના નોન જયુડિશ્યલસ્ટેમ્પ પેપરનો જથ્થો ફાળવવાનું ઈન્ડેન્ટ કરવામાં આવ્યું હોવાનું જણાવાયું હતું.



from Rajkot News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2xeShFk

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages