- 423 બોર્ડ - બેનર ધારકો પણ દંડાયા

રાજકોટ, તા.27 જૂન 2019, ગુરૂવાર
રાજકોટનાં ૧૨ માર્ગોને લારી - ગલ્લાનાં દબાણો સામે પ્રતિબંધિત જાહેર કરાયા છે. નિયત થયેલા સ્થળો સિવાયનાં સ્થળોએ વાહનો પાર્ક કરવા પર તથા આડેધડ હોર્ડિંગ - બોર્ડ લગાવવા નર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. મ્યુનિ. કમિ. દ્વારા આ અંગે જાહેરનામું બહાર પાડયાનાં ત્રણ દિવસમાં જ ૬૪ વાહનોનાં ચાલકો પાસેથી રૂા. ૧૯૧૫૦નો દંડ વસૂલાયો હતો. જ્યારે ૪૨૩ બોર્ડ- બેનર બદલ રૂા. ૭૭,૧૫૦નો વહીવટી ચાર્જ વસૂલાયો હતો.
શહેરનાં કુલ ૪૮ માર્ગો પૈકી પ્રથમ તબક્કામાં ૧૨ માર્ગો પર આ પ્રતિબંધને લાગુ કરવામાં આવ્યો છે, જેમાં ડો. યાજ્ઞિાક રોડ, ગોંડલ રોડ, ટાગોર રોડ, રેસકોર્સ રોડ, રૈયા રોડ, યુનિ. રોડ, કાલાવડ રોડ, ઢેબર રોડ, ગોંડલ રોડ ચોકડીથી માધાપર ચોકડી - બીઆરટીએસ ૧૫૦ ફુટ રીંગ રોડ, ગ્રીનલેન્ડ ચોકડીથી હોસ્પિટલ ચોક, હોસ્પિટલ ચોકથી માધાપર ચોકડી, હોસ્પિટલ ચોકથી ત્રિકોણબાગનો સમાવેશ થાય છે.
આ માર્ગો પર નિયત પાર્કિંગ એરિયા સિવાય પાર્ક થયેલા ૩૫ ટુ વ્હીલર, ૨૧ થ્રી વ્હીલર, ૭ ફોર વ્હીલર અને ૧ સીકસ વ્હીલર મળી કુલ ૬૪ વાહનોનાં ચાલકો પાસેથી વહીવટી ચાર્જ વસૂલ કરાયો હતો.
રાજકોટમાં મુખ્ય માર્ગો પર ટ્રાફિકની ભયંકર સમસ્યા છે. નવા જાહેરનામાનો અમલ તો શરૂ કરી દેવાયો છે, પરંતુ પાર્કિંગ - માર્જિંનમાં હજૂ દબાણો ખડકાયેલા હોવાથી વાહન ચાલકોએ નાછૂટકે માર્ગો પર વાહનો પાર્ક કરવા પડે છે. આથી, કોમર્સિયલ - રેસિડેન્સિય મિલકતોનાં પાર્કિંગ - માર્જિંનનાં દબાણો શરૂ કરવામાં આવી હતી, પરંતુ બાદમાં રાજકીય દબાણથી આ ઝુંબેશ ઠપ કરી દેવામાં આવી હતી.
આ ઉપરાંત શહેરમાં સોની બજાર, દાણાપીઠ, ધર્મેન્દ્ર રોડ, લાખાજીરાજ રોડ સહિતનાં જૂના રાજકોટનાં માર્ગો પર ટ્રાફિક સમસ્યા રોજિંદી છે. માર્ગો ઉપર જ વાહનો પાર્ક થતા હોય રાહદારીઓ અને વાહન ચાલકો મુશ્કેલી અનુભવે છે.
from Rajkot News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2X8Ekbk
No comments:
Post a Comment