ડીસા એસ.સી.ડબલ્યુ શાળા પાછળનો વિસ્તાર ગંદકીથી ખદબદી ઉઠયો - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 27 June 2019

ડીસા એસ.સી.ડબલ્યુ શાળા પાછળનો વિસ્તાર ગંદકીથી ખદબદી ઉઠયો

ડીસા,તા.27 જૂન 2019, ગુરૂવાર

બનાસકાંઠા જિલ્લાના ડીસા નગરપાલિકામાં જ્યારથી ભાજપે સોપાન સંભાળી છે. ત્યારથી ડીસા શહેરનો વિકાસ થઈ રહ્યો છે. પરંતુ આજેપણ ડીસા શહેરના ઘણા વિસ્તારોમાં લોકો ગંદકીના કારણે ભારે હેરાન કરી રહ્યા છે. ડીસા શહેરના એસ.સી. ડબલ્યુ સ્કૂલ પાછળ આવેલ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગંદકી ખદબદી ઉઠી છે. જેના કારણે સ્થાનિક લોકોએ નગરપાલિકા સામે ભારે રોષની લાગણી ઠાલવી હતી.

આ અંગેની વિગત જોઈએ તો લાંબા સમય બાદ જ્યારથી ડીસા નગરપાલિકામાં ભાજપે સોપાન સંભાળ્યો છે ત્યારથી ડીસા શહેરનો વિકાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. હાલમાં ચોમાસાની ઋતુ શરૃ થઈ ગઈ છે. જેમાં ડીસા શહેરમાં સારો વરસાદ થયો છે ત્યારે ડીસા નગરપાલિકામાં ચોમાસા પહેલા ડીસા શહેરના તમામ રસ્તાઓ, ગટરો, નાળાઓની સફાઈ કરવા માટે ગ્રાન્ટ આપવામાં આવે છે. પરંતુ ડીસા નગરપાલિકા દ્વારા અમુક વિસ્તારોમાં જ ગ્રાન્ટ વાપરી માત્ર કાગળ પર જ કામ બતાવવામાં આવે છે ત્યારે હજુપણ ડીસા શહેરના અનેક વિસ્તારોમાં લોકો ગંદકીથી ભારે પરેશાની ભોગવી રહ્યા છે.

ડીસા શહેરના એસ.સી. ડબલ્યુ સ્કૂલ પાછળના વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ડીસા નગરપાલિકા દ્વારા કોઈ જ પ્રકારની સાફ-સફાઈ કરવામાં આવતી નથી. હમણા જ ડીસા શહેરમાં પડેલ વરસાદના કારણે આ વિસ્તારમાં ચારેબાજુ ગંદકી જોવા મળી રહી છે. અનેકવાર રજૂઆત કરવા છતાં ડીસા નગરપાલિકા દ્વારા કોઈ પ્રકારની સાફ-સફાઈ કરવામાં આવતી નથી. જેથી હાલ આ વિસ્તારમાં ચારેબાજુ ગંદકી જોવા મળી રહી છે. આ બાબતે આ વિસ્તારના લોકો દ્વારા નગરપાલિકામાં રજૂઆતો કરવા છતાં હજુસુધી કોઈ પ્રકારની સાફ-સફાઈ કરવામાં આવતી નથી. અને જો હજુપણ આ વિસ્તારમાં સાફ-સફાઈ કરવામાં નહી આવે તો આ વિસ્તારમાં ભારે રોગચાળો થવાની શક્યતા છે. ત્યારે ડીસા નગરપાલિકા દ્વારા તાત્કાલિક આ વિસ્તારની મુલાકાત લઈ રોડ બનાવવામાં આવે અને ગંદકીની સાફ-સફાઈ કરવામાં આવે તેવી લોકોમાં માંગ પ્રવર્તી રહી છે.



from North gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/31TJqa9

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages