Video: રોડ-શો દરમિયાન અરવિંદ કેજરીવાલને એક શખ્સે તમાચો માર્યો - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 5 May 2019

Video: રોડ-શો દરમિયાન અરવિંદ કેજરીવાલને એક શખ્સે તમાચો માર્યો


નવી દિલ્હી, તા. 04 મે 2019, શનિવાર

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને એક યુવકે રોડ-શો દરમિયાન તમાટો માર્યો છે. થપ્પડ મારનારા યુવકની ઓળખ સુરેશ તરીકે થઇ છે, પોલીસે આ યુવકને કસ્ટડીમાં લીધો છે. દિલ્હીના મોતીનગર પોલીસ સ્ટેશનમાં પોલીસ તેની પુછપરછ કરી રહી છે.

આજે નવી દિલ્હીની લોકસભા સીટ પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ચૂંટણી પ્રચાર કરી રહ્યાં હતાં. તેમના રોડ-શો દરમિયાન એક યુવકે આવી ગાડીના બોનેટ પર ચઢીને કેજરીવાલને થપ્પડ મારી દીધી. કોઇને સ્થિતી સમજાય તે પહેલા થપ્પડ મારનારો સુરેશ નામનો યુવક ત્યાંથી ભાગવા લાગ્યો ત્યારે સમર્થકોએ તેને પકડી પોલીસને સોંપી દીધો છે.

ઉલ્લેખનિય છે કે, 4 એપ્રીલ 2014ના રોજ પણ અરવિંદ કેજરીવાલને એક ઓટો ડ્રાઇવરે થપ્પડ મારી હતી. આ ઉપરાંત 2016માં એક મહિલાએ કેજરીવાલ પર સ્યાહી ફેંકી હતી ત્યારે આજે લોકસભાની ચૂંટણીના પાંચમાં તબક્કાના ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે રોડ-શો દરમિયાન યુવકે કેજરીવાલને થપ્પડ મારી છે.




from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2ZXTUVa

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages