લગ્ન કરવા માટે આ ગુજરાતી યુવતીએ રાખી વિચિત્ર શરત, જાણો પછી થયું શું ? - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 5 May 2019

લગ્ન કરવા માટે આ ગુજરાતી યુવતીએ રાખી વિચિત્ર શરત, જાણો પછી થયું શું ?


સૂરત, 4 મે 2019, શનિવાર

ગુજરાતના ડાયમન્ડ સિટી સૂરતમાં એક વિચિત્ર ઘટના બની છે. અહીં એક યુવતીએ પોતાના લગ્ન માટે એવી શરત રાખી કે તેની ચર્ચાઓ દેશભરમાં શરૂ થઈ ચુકી છે. 18 વર્ષીય હિંદૂ યુવતીએ ઓક કટારગામ પોલીસ સ્ટેશનમાં એક અરજી દાખલ કરતા જણાવ્યું છે કે તે એક મુસ્લીમ યુવક સાથે લગ્ન કરવા માંગે છે પરંતુ તેની શરત છે કે તે હિંદૂ ધર્મ અંગીકાર કરે અને તેણે નોનવેજ ખાવાનું છોડવું પડશે. 

યુવતીએ જણાવ્યાનુસાર તે એક યુવક સાથે લિવ ઈન રિલેશનશિપમાં રહેવાનો નિર્ણય કર્યો હતો અને તે યુવક સાથે તેણે સમજૂતી પણ કરી હતી કે તે યુવક હિંદૂ બને તો તેની સાથે યુવતી લગ્ન કરશે. આ અંગે બંને વચ્ચે એક કરાર પણ થયા છે. જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે યુવકએ તેના પરીજનો સામે હિંદૂ ધર્મ સ્વીકારવો પડશે. આ સાથે જ યુવતીએ એવું વચન પણ લીધું કે તે ફરીથી મુસ્લીમ ધર્મ નહીં સ્વીકારે. યુવતીએ તેના પરીજનોને પણ મનાવી લીધા છે અને કોર્ટ તરફથી વિસ્તૃત ધર્માંતરણ રિપોર્ટ મળશે એટલે તે લગ્ન કરશે. યુવક આ શરતો સ્વીકારશે તો જ યુવતી તેની સાથે રહેવા સંમત થશે. યુવતીએ લગ્ન માટે અરજી કરી છે પરંતુ જો યુવક તેની શરતો સ્વીકારશે નહીં તો તે લગ્ન નહીં કરે. પોલીસે હાલ યુવતી પાસેથી જરૂરી દસ્તાવેજ એકત્ર કર્યા છે. 




from Relationship News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2H1pfyz

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages