મુંબઇ, તા. ૪
એમ્પલોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેન(ઇપીએફઓ)નું રિલાયન્સ કેપિટલમાં ૨૫૦૦ કરોડ રૃપિયાનું રોકાણ છે તેમ બિઝનેસ સ્ટાન્ડર્ડ નામના અખબારના અહેવાલમાં જણાવવામાં અવ્યું છે. ઉલ્લેખનીય છે કે રિલાયન્સ કેપિટલ હાલમાં નાણાકીય કટોકટીનો સામનો કરી રહી છે.
કંપનીનું કેશ અને બેંક બેલેન્સ ૧૮ માર્ચે, ૨૦૧૯ના રોજ ફક્ત ૧૧ કરોડ રૃપિયા હતું ગ્લોબલ બ્રોેકરેજ કંપની મોર્ગન સ્ટેન્લીના જણાવ્યા અનુસાર ઇપીએફઓ ઉપરાંત લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાનું પણ રિલાયન્સ કેપિટલ અને તેની પેટા કંપની રિલાયન્સ હોમ ફાઇનાન્સમાં ૪૭૦૦ કરોડ રૃપિયાનું રોકાણ છે.
મોર્ગન સ્ટેન્લીએ પોતાના ૨૯ એપ્રિલના અહેવાલમાં જણાવ્યું છે કે યસ બેંકનું રિલાયન્સ કોમર્શિયલ ફાઇનાન્સમાં ૧૩૬૦ કરોડ રૃપિયા અને રિલાયન્સ હોમ ફાઇનાન્સ લિમિટેડમાીં ૯૯૦ કરોડ રૃપિયાનું રોકાણ છે.
આ ઉપરાંત યસ બેંકનું વધુ ૯૯૦ કરોડ રૃપિયાનું રોકાણ રિલાયન્સ કેપિટલમાં છે. નેશનલ બેક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૃરલ ડેવલોપમેન્ટ(નાબાર્ડ)નું રિલાયન્સ કોમર્શિયલ ફાઇનાન્સ લિમિટેડમાં ૨૮૦૦ કરોડ રૃપિયા અને ૧૦૦ કરોડ રૃપિયાનું રોકાણ રિલાયન્સ હોમ ફાઇનાન્સ લિમિટેડમાં રોકાણ છે.
રિલાયન્સ કેપિટલ, રિલાયન્સ હોમ ફાઇનાન્સ, રિલાયન્સ કોમર્શિયલ ફાઇનાન્સનું કુલ દેવું સપ્ટેમ્પબર, ૨૦૧૮માં ૫૨,૪૫૯ કરોડ રૃપિયા હતું.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Y7NXTE
No comments:
Post a Comment