
(પીટીઆઇ) નવી દિલ્હી, તા. 5 મે, 2019, રવિવાર
કર્ણાટકમાં આજે બેંગલુરૂ જતી ટ્રેન એના સમય કરતાં એક કલાક મોડી પડતા નેશનલ એલિજીબીલીટી એન્ડ એન્ટ્રેન્સ ટેસ્ટ (NEET) આપવા જતાં સેંકડો વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસી શક્યા નહતા.
૧૩ લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓએ MBBS અને BDS માં પ્રવેશ માટે નોંધણી કરાવી હતી જેના માટે કેન્દ્રના માનવ સંસાધાન મંત્રાલયના નેશનલ ટેસ્ટીંગ એજન્સી દ્વારા પહેલી જ વાર પરીક્ષા લેવાઇ હતી. દેશના અન્ય ભાગમાં પરીક્ષા સફળતાપૂર્વક લેવાઇ હતી. બેંગલુરૂ જતી ૧૬૫૯૧ હમ્પી એક્સપ્રેસ બપોરે અઢી વાગે શહેરમાં પહોંચી હતી,
પરિણામે સેંકડો પરીક્ષાર્થીઓ પરીક્ષા આપી શક્યા નહતા. કર્ણાટકના પૂર્વ મુખ્ય મંત્રી સિદ્ધારમૈયાએ ટ્વિટર પર લખ્યું હતું કે 'શ્રીમાન નરેન્દ્ર મોદી અન્યોની સિધ્ધીઓ બદલ તમે તમારી પીઠને થાબડી શકો છે, તો સાથે સાથે તમારા જ એક મંત્રીની નિષ્ફળતાની જવાબદારી પણ લેવી જોઇએ.
તમારી ટ્રેન સેવાની ભુલના કારણે કર્ણાટકના સેંકડો વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શક્યા નહીં'. શનિવારે માનવ સંસાધન મંત્રાલયે ઓડિશામાં આવેલા ચક્રવાતના કારણે ત્યાંની પરીક્ષા મોકુફ રાખી હતી. તો લોકસભાની ચૂંટણીને નજરમાં રાખીને કેટલાક કેન્દ્રોએ પણ પરીક્ષાની તારીખમાં ફેરફાર કર્યા હતા અને વિદ્યાર્થીઓને નવા પ્રવેશ કાર્ડ લઇ લેવા સલાહ આપી હતી.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2YbiekO
No comments:
Post a Comment