
(પીટીઆઇ) નવીદિલ્હી, તા. 5 મે, 2019, રવિવાર
વરિષ્ઠ કોંગ્રેસી નેતા શશી થરૂરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય ભાજપ નેતાઓના વિપક્ષોની સંભવિત ભાવિ 'ખીચડી સરકાર' વિષેના મર્મ વચનોના જવાબમાં કહ્યું છે કે માંદગીમાં ખીચડી જ ખાવી જરૂરી બને છે. તા.૨૩ મેએ ચૂંટણી પરિણામના દિવસે ભાજપને ઘરભેગો કરીને દેશ, એની રાજકીય બીમારીનો પ્રચંડ ઇલાજ કરી લેશે.
આ લેખક-કમ-રાજકીય નેતાએ ઉમેર્યું કે ચૂંટણી પરિણામ પછી કેન્દ્રમાં નવી મોરચા સરકાર બનશે, જેના પાયામાં કોંગ્રેસ રહેશે.
થરૂરે આ સમાચાર સંસ્થાને આપેલી મુલાકાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપને ગેરમાર્ગે દોરનારી રજૂઆતવાળા રાજકારણના નિષ્ણાત ગણાવ્યા. તેઓ વિભાજનવાદી અને બડાઇ હાંકીને બીજાને દબડાવનારા દેશભક્ત છે. એમને સશસ્ત્ર દળોને રાજકારણમાં ઢસેડવામાં શરમ આવી નથી. રાષ્ટ્રીય સુરક્ષા જાળવી શકે એવા પોતે જ એકમાત્ર સક્ષમ હોવા તરીકે જાતને ઉપસાવતા પણ તેઓ શરમાયા નથી.
ભાજપે જેનો વાયદો કર્યો હતો એ 'અચ્છે દિન' ક્યારે ય આવ્યા નહિ હોવાની હકીકતને દેશનો મતદાર ભૂલી જશે એવી ભ્રામક ધારણા રાખીને ભાજપ ચાલે છે. શશી થરૂર થિરૂવનંતપુરમ લોકસભા બેઠકના કોંગ્રેસી ઉમેદવાર તરીકે આ ત્રીજી વાર ચૂંટણી લડી રહ્યા છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2PMDjPi
No comments:
Post a Comment