થાઇલેન્ડના નવા રાજાની બેંગકોકમાં શાહી સવારી : 21 તોપોની સલામી પણ અપાઇ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 6 May 2019

થાઇલેન્ડના નવા રાજાની બેંગકોકમાં શાહી સવારી : 21 તોપોની સલામી પણ અપાઇ


બેંગકોક, તા. 5 મે, 2019, રવિવાર

થાઇલેન્ડના નવા રાજા મહા વઝીરાલોનના રાજ્યાભિષેક પછી આજે બંેગકોકના રસ્તાઓ પર તેમને સરઘસાકારે ફેરવવામાં આવ્યા હતા. આ ઐતિહાસિક સરઘસને જોવા અનેક લોકો રસ્તાઓ પર ઊભા હતા.

 ચક્રી વંશના દસમાં રાજા રામને ૭.૩ કિલોનો મૂકુટ પહેરાવવામાં આવ્યો હતો. તેમના રાજ્યભિષેકની વિધી ત્રણ દિવસ ચાલશે. ૬૬ વર્ષના નવા રાજાને જોવા તેમની પ્રજાએ સાત કિલો મીટર રસ્તા પર લાઇનો લગાવી હતી.

 બેંગકોકના જુના મહેલમાંથી સરઘસની શરૂઆત સાંજે પાંચ વાગે કરાઇ હતી.તેમને ૨૧ તોપોની સલામી અપાઇ હતી અને સૈનિકો એ તેમનો જયજયકાર કર્યો હતો. ૩૬ ડીગ્રી સેલશિયસની ગરમીથી બચવા લોકોએ  માથે હેટ પહેરી હતી અને છત્રી સાથે આવ્યા હતા. કેટલાક વફાદાર લોકોએ 'રાજા ઝિંદાબાદ'ના સૂત્રો પોકાર્યા હતા.શનિવારે શરૂ થયેલ રાજ્યાભિષેક ત્રણ દિવસ ચાલશે. તેમના માથે મૂકુટ મૂકતા પહેલાં પવિત્ર જળનો છંટકાવ કરાયો હતો અને સોનેરી દોરીથી તેને બાંધ્યો હતો.

રવિવારે સવારે નવા રાજાએ પરિવારના સભ્યોને નવા ઇલકાબ આપ્યા હતા જેઓ જમીન પર વાંકા વળીને રાજાના સિંહાસન સુધી ગયા હતા. નવી રાણી સુથીદા પણ તેમની પડખે હતી. ૪૦ વર્ષની નવા રાણી બોડી ગાર્ટ સમુહની મુખ્ય અધિકારી હતી અને તેઓ લાંબા સમયથી એકબીજાને પ્રેમ કરતા હતા. રસ્તામાં અનેક જગ્યાએ તેમનું અભિવાદન કરાયું હતું.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2YbidgK

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages