J&K Loksabha Polls: પુલવામામાં પોલીંગ બૂથ પર ગ્રેનેડ હુમલો - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 6 May 2019

J&K Loksabha Polls: પુલવામામાં પોલીંગ બૂથ પર ગ્રેનેડ હુમલો

શ્રીનગર, તા. 6 મે 2019, સોમવાર

લોકસભાની ચૂંટણીના ચાર તબક્કા પૂર્ણ થઇ ગયા છે, જ્યારે સોમવારે પાંચમાં તબક્કા માટે મતદાન શરૂ થઇ ગયું છે.  આજે જમ્મુ-કાશ્મીરમાં 2 બેઠકો પર મતદાન થઇ રહ્યું છે ત્યારે  અનંતનાગના પુલવામામાં રોહમૂ પોલીંગ બૂથ પર ગ્રેનેડ હુમલો કરવામાં આવ્યો છે. જોકે, આ હુમલામાં કોઈ પણ પ્રકારના જીવન અને સંપત્તિના નુકસાનના કોઈ સમાચાર નથી. 

અનંતનાગ બેઠક પર ત્રણ તબક્કામાંની છેલ્લો તબક્કો આજે છે. આ અગાઉ અનંતનાગ બેઠકમાં બે તબક્કામાં મતદાન કરવામાં આવ્યું હતું. ખૂબ સંવેદનશીલ બેઠક હોવાથી અનંતનાગમાં મતદાન ત્રણ તબક્કામાં યોજવામાં આવ્યું હતું. લોકસભા ચૂંટણી દરમિયાન આતંકવાદી હુમલાની આ પહેલી ઘટના છે.

જમ્મુ કાશ્મીરના પુલવામામાં મતદાન મથક પર ગ્રેનેડથી હુમલો કરવામાં આવ્યો. મતદાન મથક પર ગ્રેનેડ ફેંકવામાં આવતા અફતાતફરી મચી હતી. જોકે આ ગ્રેનેડ કોણે ફેંક્યો તે અંગે હજી સુધીમાં કોઈપણ પ્રકારની માહિતી મળી નથી. હુમલાની ઘટના બાદ પોલિંગ બૂથ પર સેનાની સુરક્ષા વધારી દેવામાં આવી હતી.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/302dcZg

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages