7 રાજ્યોની 51 બેઠકો પર મતદાન શરૂ, 11 વાગ્યા સુધી 26.35 ટકા મતદાન - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 6 May 2019

7 રાજ્યોની 51 બેઠકો પર મતદાન શરૂ, 11 વાગ્યા સુધી 26.35 ટકા મતદાન

નવી દિલ્હી, તા. 5 મે, 2019, રવિવાર

લોકસભાની ચૂંટણીના ચાર તબક્કા પૂર્ણ થઇ ગયા છે, જ્યારે સોમવારે પાંચમાં તબક્કા માટે મતદાન શરૂ થઇ ગયું છે. પાંચમાં તબક્કામાં લોકસભાની 51 બેઠકો પર મતદાન યોજાશે. જેમાં કેટલાક દિગ્ગજ નેતાઓ જેમ કે કેન્દ્રીય પ્રધાન રાજનાથસિંહ, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, સ્મૃતિ ઇરાનીની બેઠકો પર પણ મતદાન છે. 


11 Voter turnout till 11 AM

Bihar - 20.74%
J&K - 6.09%
Madhya Pradesh - 25.68%
Rajasthan - 29.32%
Uttar Pradesh - 22.46%
West Bengal - 33.16%
Jharkhand - 29.49%

Overall - 26.35%


10 વાગ્યા સુધી

- બિહારમાં 11.51%
- જમ્મુ-કાશ્મીરમાં 1.55%
- મધ્યપ્રદેશમાં 13.18%
- રાજસ્થાન 14.01%
- ઉત્તર પ્રદેશમાં - %
- પશ્ચિમ બંગાળમાં 17.13%
- ઝારખંડમાં 13.46%


Voter turnout at 9 am

Bihar - 11.51%
J&K - 0.80%
Madhya Pradesh - 11.82%
Rajasthan - 13.38%
Uttar Pradesh - 9.82%
West Bengal - 14.49%
Jharkhand - 13.46%
Overall -  




પાંચમાં તબક્કાના મતદાનની Highlight

- આજે 5માં તબક્કાની 51 બેઠકો પર મતદાન
- ઉત્તર પ્રદેશમાં 14, રાજસ્થાનમાં 12, પશ્ચિમ બંગાળમાં 7, મધ્ય પ્રદેશમાં 7, બિહારમાં 5, ઝારખંડમાં 4 બેઠકો પર મતદાન યોજાશે
- આ બેઠકો માટે સાતેય રાજ્યોમાં આશરે 94 હજાર જેટલા મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે
- ઉત્તર પ્રદેશમાં અમેઠી રાહુલ ગાંધીની સામે કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાની ચૂંટણી લડી રહ્યા છે
- રાહુલ ગાંધીના મત વિસ્તાર અમેઠીમાં સૌથી વધુ 27 ઉમેજવારો મેદાનમાં છે
- આ બેઠક પર અગાઉ સ્મૃતિ ઇરાની હારી ગયા હતા ત્યારે ફરી તેઓ અહીં રાહુલ ગાંધીને ટક્કર આપી રહ્યા છે
- રાય બરેલીમાં સોનિયા ગાંધી અને લખનઉથી રાજનાથસિંહ ચૂંટણી લડી રહ્યા છે
- રાજસ્થાનમાં પૂર્વ ઓલમ્પિક મેડલ વિજેતા રાજ્યવર્ધનસિંહ રાઠોડ અને ક્રિશ્ના પૂનિયા વચ્ચે જયપુર ગ્રામીણ બેઠક પર ટક્કર જોવા મળશે
- ઝારખંડમાંથી કેન્દ્રીય પ્રધાન જયંત સિંહા ફરી પોતાનું નસીબ અજમાવી રહ્યા છે, તેઓ અહીંની હઝારીબાગ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે
- આજના તબક્કા સાથે લોકસભાની 543માંથી 424 બેઠકો પર મતદાન પૂર્ણ થઇ જશે
- આ તબક્કો પૂર્ણ થતા જ રાજસ્થાનમાં મતદાન પૂર્ણ થઇ જશે
- બાકીના બે તબક્કામાં 119 બેઠકો વધી છે તેના પર મતદાન થશે
- 8.75 કરોડ મતદારો 674 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે
- 2014માં આ 51 બેઠકમાંથી ભાજપ 40 બેઠક પર જીત્યું હતું, કોંગ્રેસને 2 અને અન્ય પક્ષોને 10 જેટલી બેઠકો મળી હતી, આ વખતે બરાબરીની ટક્કર
- અત્યાર સુધીના સૌથી નાના તબક્કામાં આશરે 8.75 કરોડ મતદારો આશરે 674 ઉમેદવારોનું ભાવી નક્કી કરશે


ઉત્તર પ્રદેશમાં ચૂંટણી પૂર્વે જ ચૂંટણી અધિકારીનું મોત, પરિવારજનોનો હંગામો
બીજી તરફ મતદાનના એક દિવસ અગાઉ જ ફરજ પર તૈનાત એક કર્મચારીનું મોત નિપજ્યું છે, ઉત્તર પ્રદેશના ગોંડામાં મતદાન કર્મીનું ગુંગળામણથી મોત નિપજ્યું છે, મતદાન અધિકારી વૃજેંદ્ર કુમાર ડયુટી પર પહોંચ્યા જ હતા કે તેમની તબિયત લથડતા તેમને સારવાર માટે ખસેડાયા હતા જ્યા તેમનું મોત નિપજ્યું હતું, તેઓ અગાઉથી જ બિમાર હતા છતા ડયુટી પર મોકલાયા તેવો પરિવારે આરોપ લગાવ્યો હતો. 



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VKmcmQ

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages