અમદાવાદ,સોમવાર
દેશની વિવિધ ઈન્ડિયન ઈન્સ્ટિયુટ ઓફ ટેકનોલોજીમાં પ્રવેશ માટે દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ જેઈઈ મેઈન અને જેઈઈ એડવાન્સની પરીક્ષા આપે છે.પરંતુ અંતે પ્રવેશ લેનારા ૧૦ હજાર જેટલા વિદ્યાર્થીઓમાં યુવતીઓની સંખ્યા ૧૦ ટકા પણ નથી હોતી ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા આ વર્ષે આઈઆઈટીમાં મહિલા અનામત ૧૭ ટકા કરવામા આવી છે.
આઈઆઈટીના પ્રવેશ માટેની જેઈઈ એડવાન્સમાં પાસ થનારા વિદ્યાર્થીઓમાં દર વર્ષે ટોપ રેન્કિંગમાં યુવતીઓની સંખ્યા ખૂબ જ ઓછી હોય છે અને દર વર્ષે દેશની વિવિધ આઈઆઈટીમાં વિવિધ ટેકનિકલ બ્રાંચના કોર્સમાં પ્રવેશ લેનારા કુલ વિદ્યાર્થીઓમાં યુવતીઓ યુવકોની સરખામણીએ ખૂ બજ ઓછી હોય છે.ગત વર્ષે જેઈઈ એડવાન્સમાં રેન્કિંગમાં ટોપ ૫૦૦માં માત્ર ૧૪ જ અને ટોપ ૧૦૦૦માં ૪૬ જ યુવતીઓ હતી.છેલ્લા કેટલાક વર્ષોના આંકડા જોઈએ તો આઈઆઈટીમાં માંડ ૮થી૯ ટકા વિદ્યાર્થિનીઓના પ્રવેશ થયા છે.
કુલ વિદ્યાર્થીઓમાં યુવતીઓની સંખ્યા ૧૦ ટકા પણ ન હોવાથી કેન્દ્ર સરકાર દ્વારા તમામ આઈઆઈટીની કેન્દ્રીય પ્રવેશ પ્રક્રિયામાં વૂમન રીઝર્વેશન શરૃ કરવામા આવ્યુ છે જે મુજબ ગત વર્ષે ૧૪ ટકા મહિલા અનામત રાખવામા આવી હતી. આ વર્ષે જે વધારીને ૧૭ ટકા કરવામા આવી છે. દર વર્ષે મહિલા અનામતની ટકાવારી વધારાશે અને ૨૦ ટકા સુધી કરી દેવાશે. મહિલા અનામત માટેનુ અલગ મેરિટ પણ તૈયાર કરવામા આવે છે.દેશની ટોપ ગણાતી ૭ આઈઆઈટીમાં તો વિવિધ કોર્સમાં ખૂબ જ ઓછી વિદ્યાર્થિનીઓ દર વર્ષે બી.ઈ-બી.ટેક-એમ.ઈ.-એમ.ટેક કરીને બહાર નીકળે છે.મહિલા અનામત માટેની આ બેઠકો સુપર ન્યુમરી સીટ ગણવામા આવશે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2HFfshW
No comments:
Post a Comment