અમદાવાદ,સોમવાર
આઈઆઈટીમાં પ્રવેશ માટેની જેઈઈ એડવાન્સની આજે પરીક્ષા લેવાઈ હતી.વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ પેપરો એકંદરે થોડા અઘરા હતા.ખાસ કરીને સ્કોલર વિદ્યાર્થીઓને ગણીતના પ્રશ્ના ખૂબ જ અઘરા લાગ્યા હતા અને મેથ્સનુ સેકશન લેન્ધી રહેતા રેન્કર વિદ્યાર્થીઓને ટાર્ગેટ સ્કોર તુટતા નિરાશ થયા હતા.એક્સપર્ટસના જણાવ્યા મુજબ આ વર્ષે પરીક્ષાની પેટર્ન પણ બદલાઈ છે.
વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ ગત વર્ષની સરખામણીએ આ વર્ષે જેઈઈ એડવાન્સની પરીક્ષા અઘરી રહી છે.જેમાં પેપર ૧ પેપર -૨ કરતા ઘણુ અઘરુ રહ્યુ હતુ.જયારે પેપર -૨ એકંદરે મધ્યમ કહી શકાય તેવુ હતુ. ખાસ કરીને વિદ્યાર્થીઓને ગણીતના પ્રશ્નો ખૂબ જ અઘરા લાગ્યા હતા.ગણિતના પ્રશ્નો અટપટા અને મહેનત માંગી લે તેવા હતા જેથી ગણિતના પ્રશ્નોનું સેકશન ખૂબ જ લાંબુ રહેતા વિદ્યાર્થીઓનો ટાર્ગેટ સ્કોર તૂટયો હતો.જ્યારે ફીઝિક્સ અને કેમિસ્ટ્રીના પ્રશ્નો એકંદરે મધ્યમ કહી શકાય તેવા હતા.જ્યારે કેટલાક વિદ્યાર્થીઓને કેમિસ્ટ્રીના પ્રશ્નો સરળ લાગ્યા હતા અને ફીઝિક્સના પ્રશ્નો અઘરા લાગ્યા હતા. પેપર -૨માં ગણિતના પ્રશ્નો ખૂબ જ વધારે અઘરા હતા.એકંદરે વિદ્યાર્થીઓને ગત વર્ષની સરખામણીએ આ વર્ષે પેપર ૧- અને ૨ અઘરા લાગ્યા છે અને આજની પરીક્ષાના બંને પેપરોમાંથી પેપર-૧ વિદ્યાર્થીઓને વધુ અઘરુ લાગ્યુ છે.
આ વર્ષે પરીક્ષાની પેટર્ન પણ બદલાઈ હતી અને પેપર ૧માં પ્રશ્નો ૫૪ જ હતા પરંતુ માર્કસ ગત વર્ષે જે ૧૮૦ હતા તેના બદલે આ વર્ષે ૧૮૬ માર્કસ હતા. સંપર્ણ કોમ્પ્યુટર આધારીત આ પરીક્ષામાં પેપર ૧ અને પેપર -૨ બંને ત્રણ ત્રણ કલાકના હોય છે જેમાં તમમા પ્રશ્નો એમસીકયુ હોય છે અને નેગેટીવ માર્કિંગ હોવાથી પણ વિદ્યાર્થીઓ તુક્કાબાજી કરી શકે તેમ ન હતા.આ વર્ષે જેઈઈ મેઈનની પરીક્ષામાં ટોપ રેન્કિંગમા ં રહેનારા વિદ્યાર્થીઓને પણ આ વર્ષનું જેઈઈ એડવાન્સનું પેપર એકંદરે અઘરુ લાગ્યુ હતુ અને આ વર્ષે પરીક્ષા અઘરી રહેતા તેમજ વિદ્યાર્થીઓ પણ ઘટતા કટ ઓફમાં ફેરફાર થશે.અંદાજે ૧૨૭થી ૧૪૨ માર્કસ કટ ઓફ સ્કોર રહી શકે છે.કુલ ૩૭૨ માર્કસની પરીક્ષા હતી.જેમાંથી કટ ઓફ સ્કોર આ વર્ષે નીચો જવાની શક્યતા છે. આ વર્ષે ૨.૪૫ લાખ વિદ્યાર્થીઓ એડવાન્સ માટે ક્વોલીફાઈ કરાયા હતા.પરંતુ તેમાંથી જેઈઈ એડવાન્સની પરીક્ષા આપનારા માંડ ૧.૬૫ લાખથી ૧.૭૦ લાખ જેટલા વિદ્યાર્થીઓ હોવાનો અંદાજ છે.એડવાન્સનું પરિણામ ૧૪મી જુને જાહેર થશે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2YWSI33
No comments:
Post a Comment