કનુભાઈ પટેલ Emeritus Guest અને ચિન્તુ પટેલને લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 13 May 2019

કનુભાઈ પટેલ Emeritus Guest અને ચિન્તુ પટેલને લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ



ન્યુજર્સી, તા. 6 મે 2019, સોમવાર

અમેરિકામાં વસતા ભારતીય મૂળના ફાર્માસીસ્ટોનું એક વગદાર પ્રોફેશનલ સંસ્થા 'ઈન્ડો અમેરિકન ફાર્માસ્યુટીકલ સોસાયટી' (IAPS)  ૧૯૮૮થી મેટ્રોપોલિટન ન્યુયોર્ક/ન્યુજર્સી ખાતે સુપ્રતિષ્ઠિત કામગીરી બજાવે છે. આ IAPSમાં ફાર્મસી ક્ષેત્રે સંકળાયેલ પોતાની સ્વતંત્ર ફાર્મસી ચલાવતા, ફાર્મસી ઉદ્યોગમાં સર્વિસ કરતા અને મેન્યુફેક્ચરીંગ કરતા ફાર્માસીસ્ટો, ફાર્મસી કોલેજમાં વિદ્યાભ્યાસ કરતા સ્ટુડન્ટ્સ આદિ મોટી સંખ્યામાં તેના સભાસદો છે અને IAPS આ સર્વની હિતોનું, તેમના વ્યવસાયમાં હાનિકર્તા કાયદાઓ સામે સફળ અને સબળ રજૂઆત કરવાનું તેમના સભ્યોને આ ક્ષેત્રે આવતા નવા કાયદાઓ માટે continued Educationના નિયમિત ધોરણે અભ્યાસ કરાવવાના ક્લાસીસ આદિની ઉત્કૃષ્ટ કામગીરી કરે છે. એટલું જ નહિ પણ Vendor પાસેથી જથ્થાબંધ ભાવે દવાઓ ખરીદવાથી ઓછા દરે મેળવી નફાની જોગવાઈ પણ વધારે છે.

આ IAPS સંસ્થાનો ૩૨મો વાર્ષિક ડીનર ડાન્સ મીટીંગ સમારંભ શનિવાર તા. ૨૭ એપ્રીલ, ૨૦૧૯ના રોજ આલિશાન Hilton Meadoatands હોટેલ, East Rutherford, ન્યુ જર્સી ખાતે શાનદાર રીતે ઉજવાયો. જેમાં આશરે ૬૦૦ જેટલા લોકોએ ભાગ લીધો હતો. 

IAPSના નવા વરાયેલા યુવાન, ઉત્સાહી, કર્મનિષ્ઠ પ્રમુખ શ્રી કેયૂર પટેલ, અનુભવી સફળ બીઝનેસમેન શ્રી પ્રદીપ આચાર્ય અને સમગ્ર Exucative commiteeની ભારે જહેમત તથા અભિનવ આયોજનથી સમગ્ર પ્રસંગ દીપી ઉઠયો હતો. ભૂતપૂર્વ ચેરમેન અને જાણીતા કોમ્યુનીટી લીડર શ્રી અતુલ શાહનું સર્વાંગી માર્ગદર્શન અને સહકાર પણ ઉલ્લેખનીય રહ્યા. કાર્યક્રમના ઉત્તરાર્ધમાં બોલીવુડના એવોર્ડ વિજેતા વિખ્યાત ગાયક જાવેદ અલી અને પાર્ટીના સંગીતે અનેરી રંગત જમાવી સર્વને મંત્રમુગ્ધ કર્યા હતા.

કાર્યક્રમનો પ્રારંભ અમેરિકન અને ભારતીય રાષ્ટ્રગાનથી થયો હતો. ત્યારબાદ IAPSના પ્રમુખ કેયૂર પટેલે તેમના સ્વાગત પ્રવચનમાં IAPSના યશસ્વી ઈતિહાસને યાદ કરી તેની સફળતા અને પ્રગતિમાં સદા સહયોગ આપતા સહુનો આભાર માન્યો હતો. IAPSના ચેરમેન શ્રી પ્રદીપ આચાર્યે કેયૂર પટેલના પરિચય ઉપરાંત પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું.

આજના કાર્યક્રમમાં IAPSદ્વારા વિશિષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર તથા IAPSને સર્વાંગી સાથ આપનાર સ્પોન્સર્સ મહાનુભાવોનું ચિત્તાકર્ષક એવોર્ડથી બહુમાન કર્યું હતું. 

Generic Drugsમાં વિશ્વભરમાં ત્રીજું સ્થાન ધરાવનાર પરમ દાનવીર, નિષ્ણાત ફાર્માસીસ્ટ અને Amneal Pharmaceuticalsના પ્રણેતા અને સંસ્થાપક શ્રી કનુભાઈ પટેલની સિધ્ધિઓ અને સેવાઓને  "Emeritus Guest"ના વિશિષ્ટ એવોર્ડ પ્રદાન કરી નવાજી હતી. શ્રી કનુભાઈએ તેના પ્રતિભાવમાં પોતાની પ્રોફેશનલ યાત્રા ટૂંકમાં વર્ણવી હતી. આ જ શ્રેણીમાં Amneal Pharmaceuticalsના CO-CEO અને પરમ દાનવીર શ્રી ચીન્તુ પટેલને સુપ્રતિષ્ઠિત Lifetime Achivement એવોર્ડથી તથા ન્યૂયોર્કની ખ્યાતનામ PSSNY (Pharmacy society of state of Newyork)ના પ્રથમ ભારતીય ફાર્માસીસ્ટ, આર્ષદ્રષ્ટિ ધરાવતા યુવા શ્રી પાર્થિવ દીપક શાહનું ફાર્માસીસ્ટ ઓફ ધ યર એવોર્ડથી બહુમાન કર્યું હતું.



from Nri news News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2YprpOl

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages