અમદાવાદ, તા.12 મે 2019, રવિવાર
કાલુપુરથી ઉપડીને વટવા રેલવે ક્રોસિંગ જતી એએમટીએસની બસ નં.૯૬ ના રૂટમાં ફેરબદલ કરી દેવાતા આ રૂટના મુસાફરો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. આ બસ પહેલા ગીતા મંદિર એસ.ટી.સ્ટેન્ડ થઇને જતી હતી. હાલમાં આ બસ એસ.ટી.સ્ટેન્ડ જતી નથી તે રાયપુરથી વળી જતી હોવાથી ગીતા મંદિર એસ.ટી.સ્ટન્ડ જવા-આવવા માંગતા મુસાફરો હાલાકી મૂકાયા છે.
બહાર ગામથી આવતા લોકો માટે ગીતા મંદિર એસ.ટી.સ્ટેન્ડથી વટવા માટેની સીધી બસ મળી રહેતી હતી. હવે તેઓએ નાછૂટકે શટલ રીક્ષામાં મુસાફરી કરવાની ફરજ પડી રહી છે. આ અંગે વટવા ગામના રહીશોએ મ્યુનિ.ટ્રાન્સપોર્ટ મેનેજરને લેખિતમાં રજૂઆત પણ કરી છે.
બસ નં.૯૬ ની પહેલા ૭ બસો હતી જેમાંથી હાલ ફક્ત પાંચ બસો રોડ પર દોડી રહી છે. આ બસને તેના પૂર્વવત રૂટ પરથી દોડાવવામાં આવે તેવી માંગણી રહીશો કરી રહ્યા છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2LBKECX
No comments:
Post a Comment