CM વિજય રૂપાણીએ પડકાર ફેંક્યો કે તમે દિવાલ પર મારા નામે લખી લો.... - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, 25 May 2019

CM વિજય રૂપાણીએ પડકાર ફેંક્યો કે તમે દિવાલ પર મારા નામે લખી લો....

અમદાવાદ, તા. 24 મે 2019 શુક્રવાર

આ વખતની ચૂંટણીમાં કેન્દ્ર સરકારમાં ભાજપને સ્પષ્ટ બહુમતી ન મળે તેવી ધારણા મુકાતી હતી, એટલું જ નહીં 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને જે રીતે ફટકો પડ્યો હતો તે જોતા એવી અટકળો પણ વહેતી થઈ હતી કે ગુજરાતમાં આ વખતે કોંગ્રેસનો દેખાવ વધુ સારો રહેશે તેમજ ઓછામાં ઓછી ચાર અને વધુમાં વધુ 12થી 14 બેઠકો કોંગ્રેસ મેળવી લેશે. 

ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ પણ જાહેરમાં આટલી બેઠકો મળશે તેવા દાવા કર્યા હતા. વિવિધ એજન્સીઓ દ્વારા કરવામાં આવેલા એક્ઝિટ પોલમાં પણ ગુજરાતમાં ભાજપને નુકસાન થશે એવો વરતારો કર્યો હતો.

બીજી બાજુ આવી સ્થિતિમાં પણ મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ નિરાશ થયા વગર અને પૂરા આત્મવિશ્વાસથી અવારનવાર કહ્યું હતું કે ભાજપને તમામ 26 બેઠકો મળશે. મતગણતરીના આગલા દિવસે પણ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે આવતીકાલે મત ગણતરી છે. ભાજપને તમામ 26 બેઠકો મળવાની છે.

જોકે મીડિયાએ પણ આ વાતને ગંભીરતાથી લીધી નહોતી અને એવું લાગ્યું હતું કે તેઓ ટોચના નેતા હોવાથી ભાજપને ઓછી બેઠક મળશે. તે વાત જાણતા હોવા છતાં જાહેરમાં કબુલતા નથી ત્યારે મુખ્યમંત્રી રૂપાણીએ જાહેરમાં દાવા સાથે પડકાર ફેક્યો હતો કે તમે મારા નામે દિવાલ પર લખી લો કે બનાસકાંઠામાંથી પરબત પટેલ પણ મોટી સરસાઇથી જીતવાના છે. તે સમયે સૌ કોઈએ વિજય રૂપાણી અને પ્રદિપસિંહ જાડેજાના આવા દાવાની મજાક ઉડાવી હતી પરંતુ પરિણામની જાહેરાત બાદ બંને નેતાઓએ કરેલા દાવા સો ટકા સાચા પડ્યા છે



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2K2NIp5

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages