
અમદાવાદ, તા. 24 મે 2019, શુક્રવાર
લોકસભાની ચૂંટણીમાં ભાજપે એકલા હાથે બહૂમતિનો આંકડો પાર કરી લીધો છે. જ્યારે ગુજરામાં 2014ની જેમ આ વખતે પણ 26 માંથી 26 સીટો ભાજપે મેળવી કોંગ્રેસને ફરીવાર ગુજરાતમાં પછડાટ આપી છે. પરંતુ આ ચૂંટણી પછી ગુજરાતમાં રાજકિય પક્ષો માટે હેરાની કરતો એક પ્રશ્ન છે. રાજ્યમાં NOTAમાં પડેલા મતોની વાત કરવામાં આવે તો તેને ભાજપ, કોંગ્રેસ, અથવા અન્ય પછી ચૌથો સૌથી મોટા વોટ શેર મળ્યા છે. NOTAને રાજ્યમાં 1.38% મત મળ્યા છે. જ્યારે બસપાને 0.86, સીપીઆઇને 0.02 અને NCP ને 0.09% મત મળ્યા છે.
ભાજપનો ગઢ ગણાતા ગુજરાત રાજ્યમાં મોટી સંખ્યામાં લોકોના NOTAમાં મત આપવા ક્યાંકને ક્યાંક રાજકીય પક્ષો પ્રત્યે અવિશ્વાસ દર્શાવે છે. જે સત્તાધારી પક્ષ માટે ચિંતાનો વિષય છે. છોટા ઉદેપુર જિલ્લામાં સૌથી વધારે 32,868 લોકોએ NOTAમાં મત આપ્યો. જ્યારે સૌથી વધુ NOTAમાં મત આપનારા જિલ્લાની વાત કરીએ તો દાહોદમાં 31926, બારડોલીમાં 22914, અમરેલીમાં 17567, ભાવનગરમાં 16368, ગાંધીનગરમાં 14216 NOTAમાં મત પડ્યા છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2X3owCL
No comments:
Post a Comment