કોંગ્રેસના ધારાસભ્યોએ પોતાના જ મત વિસ્તારમાંથી જનાધાર ગુમાવ્યો - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, 25 May 2019

કોંગ્રેસના ધારાસભ્યોએ પોતાના જ મત વિસ્તારમાંથી જનાધાર ગુમાવ્યો

અમદાવાદ, તા. 24 મે 2019 શુક્રવાર

લોકસભાની ચૂંટણીમાં ગુજરાત સહિત દેશભરમાં કોંગ્રેસનો સફાયો થઈ ગયો છે. ભાજપે ગુજરાતની તમામ 26 બેઠકો પર કબજો જમાવી દીધો છે. એની વાત એ છે કે 2017ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે ખૂબ જ સારો દેખાવ કર્યો હતો. જેમાં ચૂંટાયેલા કેટલાક ધારાસભ્યો અને લોકસભાની ચૂંટણી લડવા માટે મેદાનમાં ઉતાર્યા હતા, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સહિતના નેતાઓને લોકસભા બેઠક હેઠળ આવતા પોતાના મત વિસ્તારમાંથી પણ લોકોને જાકારો આપ્યો છે.

આવા નેતાઓ હવે પોતાના મત વિસ્તારમાંથી જ જાણે જનાધાર ગુમાવી દીધો છે. સૂત્રો જણાવે છે કે આવું શા માટે થયું તેની સમીક્ષા આગામી દિવસોમાં કોંગ્રેસના નેતાઓ કરશે પરંતુ જાણવા મળે છે કે વિરોધ પક્ષના નેતા સહિતના સ્થાનિક નેતાઓએ પણ હંમેશા વડાપ્રધાન મોદી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને ગાળો ભણવામાં બાકી રાખ્યું નહોતું એટલું જ નહીં કેન્દ્ર સરકારની જે ખરેખર લોકો માટેની સારી યોજનાઓ છે તેનો પણ વિરોધ કર્યો હતો અને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કર્યો હતો.

આ બધી બાબતોની નોંધ લોકોએ લીધી હતી અને તેનો જવાબ મત પેટીમાં આપી દીધો છે. હવે આગામી વર્ષે આવી રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ ભાજપ કોંગ્રેસનો સફાયો કરશે એ નિશ્ચિત બની ગયું છે. એટલું નહીં વિજય રૂપાણીના નેતૃત્વમાં 2022માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં પણ કોંગ્રેસનો સફાયો થઇ જશે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2W0ly5t

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages