
(પીટીઆઇ) ભોપાલ, તા. 5 મે, 2019, રવિવાર
છત્તીસગઢના મુખ્ય પ્રધાન ભુપેશ બાઘેલે આજે દાવો કર્યો હતો કે પ્રજ્ઞા ઠાકુર જીન્સ અને ટી-શર્ટ પહેરીને બાઇક પર ફરતી હતી, પરંતુ આજે એણે ભગવો ધારણ કર્યો હોવાથી તેને સાધ્વી કહી જ ના શકાય.
કોંગ્રેસના નેતાએ એમ પણ કહ્યું હતું કે ૨૦૦૮ના માવેગાંઉ બ્લાસ્ટની આરોપી અને હાલમાં જામીન પર છુટેલી ભોપાલ લોકસભાની ભાજપની ઉમેદવાર પ્રજ્ઞા ઠાકુર રીઢી ગુનેગાર છે જેણે એક પુરૃષને ચાકુ માર્યો હતો અને અનેક લોકો પર ચંપલથી હુમલા કર્યા હતા. આમ તે એક ગુનાહિત માનસિકતા ધરાવતી સ્ત્રી છે.
ભાજપે બાઘેલના નિવેદન પર તિખી પ્રક્રિયા આપીને કહ્યું હતું કે આ આરોપ શરમજનક અને પાયાવિહોણું છે. બાઘેલે પત્રકારોને કહ્યું હતું કે 'જ્યારે તે પોતાના મોટાભાઇ સાથે છત્તીસગઢના બલોદાબજારમાં બિલાઇગઢમાં રહેતી હતી ત્યારે ટી-શર્ટ અને જીન્સ પહેરીને બાઇક પર રખડતી હતી.'એણે અનેક વ્યક્તિ પર ચપલથી હુમલા કર્યા હતા. એક પુરૃષને તો એણે છાતીમાં ચપ્પુ પણ માર્યો હતો. આખા બિલાઇગઢના લોકો આ વાત જાણે છે. એનો વ્યવહાર કોઇ રિઢા ગુનેગાર જેવો છે'એમ તેમણે કહ્યું હતું.
તેમણે વધુ માહિતી આપતા કહ્યું હતું કે આગળ જતાં પ્રજ્ઞાએ ભગવો ઘારણ કર્યો હતો. એનો અર્થ એ નથી કે તે કોઇ સાધ્વી છે. બાઘેલે જો કે પ્રજ્ઞાના પોલીસ કેસ અંગે કંઇ કહેવાનું ટાળ્યું હતું.આ અંગે જ્યારે ભાજપના મધ્ય પ્રદેશના પ્રવકતાને પૂછવામાં આવ્યું તો એમણે કહ્યું હતું કે બાઘેલની ટીપ્પણી શરમજનક અને પાયાવિહોણી છે.'આ મુખ્ય પ્રધાનની ભાષા હોઇ જ ના શકે'એમ કહીને તેમણે આક્ષેપ કર્યો હતો કે બાઘેલ તદ્દન ખોટું બોલી રહ્યા હતા.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2YbxQEN
No comments:
Post a Comment