કાશ્મીરમાં આતંકીઓ બેફામ: ભાજપના નેતાની ઘરમાં ઘૂસી હત્યા કરી - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 6 May 2019

કાશ્મીરમાં આતંકીઓ બેફામ: ભાજપના નેતાની ઘરમાં ઘૂસી હત્યા કરી


સરહદે પાક.ના ગોળીબારનો ભારતીય સૈન્યએ પણ આક્રામક જવાબ આપ્યો 

પાક.ના તોપમારાના કારણે અમરનાથ યાત્રા પહેલા સરહદે સુરક્ષા વધી 

વડા પ્રધાન મોદીએ માર્યા ગયેલા ભાજપના નેતાને શ્રદ્ધાંજલિ પાઠવી, હુમલાના તપાસનો આદેશ 

શ્રીનગર, તા. 5 મે, 2019, રવિવાર

કાશ્મીરમાં ફરી આતંકીઓ સક્રિય થઇ ગયા છે, અહીં થોડા દિવસ પહેલા જ આરએસએસના એક નેતાની હત્યા કરવામાં આવી હતી ત્યારે હવે આતંકીઓએ અનંતનાગ જિલ્લાના ભાજપના ઉપ પ્રમુખ ગુલ મોહમ્મદ મીરની પણ જાહેરમાં હત્યા કરી નાખી છે. પોલીસે જણાવ્યું હતું કે ત્રણ આતંકીઓ ગુલ મોહમ્મદ મીરના ઘરે આવ્યા હતા. બાદમાં ગોળી મારીને ભાગી ગયા હતા. 

મીરને તાત્કાલીક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત નિપજ્યું હતું. બીજી તરફ આ હત્યા કોણે કરી તેને લઇને તપાસ ચાલી રહી છે. કાશ્મીર સરકારે ઉચ્ચસ્તરીય તપાસના આદેશ આપ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહીતના ભાજપના નેતાઓએ આ હત્યાની નિંદા કરી હતી. 

બીજી તરફ સરહદે પાકિસ્તાન સૈન્ય દ્વારા ફરી શસ્ત્ર વિરામ ભંગ કરવામાં આવ્યો હતો, પાક. સૈન્યએ રાજોરીમાં ક્રિશ્ના ઘાટી સેક્ટરમાં આવેલા ગામડાઓને નિશાન બનાવ્યા હતા. જેમાં એક સ્થાનિક નાગરીક ગંભીર રીતે ઘવાયો હતો.

રવિવારે પાક. સૈન્યએ મોર્ટારમારો કર્યો હતો. અહીંના રાજોરીમાં આવેલા ચલ્લાસ ગામમાં રહેતા ૨૫ વર્ષીય મોહમ્મદ મહરુફ ગંભીર રીતે ઘવાતા તેમને તાત્કાલીક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. દરમિયાન એક સૈન્ય અધિકારી પણ ગંભીર રીતે ઘવાયા હતા, હાલ બન્નેની સારવાર ચાલી રહી છે. 

અમરનાથ યાત્રા પહેલા એલઓસી તેમજ આંતરરાષ્ટ્રીય સરહદ (આઇબી)ની આસપાસ મોટા પ્રમાણમાં આતંકીઓ ઘુસવાની ફિરાકમાં હોવાની શક્યતાઓ છે. જેને પગલે બન્ને સરહદે હાલ સૈન્ય દ્વારા સુરક્ષા વધારી દેવામાં આવી છે. આ ઉપરાંત કાશ્મીર અને સરહદે કોઇ પણ પ્રકારની આતંકી પ્રવૃત્તિ કે ચહલ પહલ જોવા મળે તો તેની જાણકારી એજન્સીઓએ એકબીજાને આપતી રહેવાના આદેશ પણ જારી કરવામાં આવ્યા છે.

કાશ્મીરમાં આતંકી પ્રવૃત્તિ વધી રહી છે, અનંતનાગમાં ભાજપના નેતાની હત્યા કરાઇ જેને પગલે હવે ઘાટીમાં અન્ય નેતાઓની સુરક્ષા પણ વધારવામાં આવી શકે છે. હાલ સરહદે ભારતીય સૈન્ય પણ આક્રામક જવાબ આપી રહ્યું છે. જોકે ગ્રામ્ય વિસ્તારોમાં ભયનો માહોલ છે અને કેટલાક ગામડાઓમાં લોકોને ઘરોની બહાર આવતા સાવચેતી રાખે તેવી સુચના પણ આપવામાં આવી છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2LyTRM6

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages