
- સુરતીની જાહેરહિતની અરજી પર હાઇકોર્ટે રાજ્ય સરકારને ૧૭મી જૂન સુધીમાં એક્શન ટેકન રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો
(પ્રતિનિધિ દ્વારા) સુરત, તા. 3 મે 2019, શુક્રવાર
શાળાઓમાં શિક્ષણનું સ્તર ઊંચુ લાવવા તેમજ વિદ્યાર્થીઓની સુરક્ષાને લઇને ગુજરાત હાઇકોર્ટે મહત્વનો આદેશ કર્યો છે. રાજ્યની તમામ શાળાઓમાં સીસીટીવી લગાવવા બાબતે સરકાર પગલા લે અને તેનો એક્શન ટેકન રિપોર્ટ તા-૧૭મી જૂન સુધીમાં રજૂ કરવા જણાવ્યુ છે. એક સુરતીની પીઆઇએલ પર હાઇકોર્ટે આ આદેશ કર્યો છે.
બે વર્ષ પહેલા રાજ્યની કેટલીક શાળાઓમાં વિદ્યાર્થીઓની સુરક્ષાને લઇને બનેલી ઘટનાઓને પગલે દરેક શાળામાં સીસીટીવી કેમેરા હોવા જોઇએ એવી જાહેરહિતની અરજી સુરતમાં પુણાગામ વિસ્તારમાં રહેતા દિપક સોનીએ કરી હતી. જેની સુનાવણીમાં હાઇકોર્ટે રાજ્ય સરકારને આ બાબતે પગલા લેવા આદેશ કર્યા છે. કોર્ટે કહ્યુ કે રાજ્યની તમામ ખાનગી અને સરકારી શાળાઓમાં સીસીટીવી લગાવવા બાબતે સરકાર જરૂરી પગલા લે તેમજ ૧૭મી જૂન સુધીમાં એક્શન ટેકન રિપોર્ટ પણ રજૂ કરે.
વિદ્યાર્થીઓની સુરક્ષા, હાજરી અને શિક્ષણના ઊંચા સ્તર માટે પણ સીસીટીવી જરૂરી હોવાનો ઉલ્લેખ કરાયો છે. મોટા ભાગની શાળાઓમાં સીસીટીવી લાગેલા છે પણ જે શાળાઓમાં નથી ત્યાં શિક્ષણખાતુ આ આદેશ બાદ પગલા લઇ શકે છે.
from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VMCwmQ
No comments:
Post a Comment