
- ગેસલાઇન બંધ હોવાથી રેસ્ટોરામા જમવા ગયા ત્યારે કારમાં મુકેલા રોકડા કાચ તોડીને ચોરી લેવાયા
(પ્રતિનિધિ દ્વારા) સુરત, તા. 3 મે 2019, શુક્રવાર
વેસુ વિસ્તારની રેસ્ટોરામાં સપરિવાર જમવા ગયેલા કાપડના વેપારીની કારનો કાચ તોડીને કારમાં ટિફિન બેગમાં મુકેલા રોકડા રૂા.૪ લાખ ચોરીને તસ્કર ફરાર થઇ ગયો હતો.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ રાજસ્થાનના વતની અને સુરતમાં વેસુ શ્યામપેલેસની બાજુમાં શૃંગાર રેસીડન્સી જી/૧૧૦૪ માં રહેતા ૩૭ વર્ષીય નારાયણભાઈ કૈલાશચંદ્ર પેડીવાલ રીંગરોડ માર્કેટ વિસ્તારમાં કાપડનો વેપાર કરે છે. ગતરાત્રે દુકાન બંધ કરી રૂ. ૪ લાખ રોકડા પોતાની ટિફિન બેગમાં મૂકી તેઓ પોતાની કારમાં (નં.જીજે ૦૫ આરસી ૬૪૭૪) લઈ ઘરે જવા નીકળ્યા હતા.
પણ ઘરે ગેસલાઇન બંધ હોવાથી રસોઇ બની નથી તેમ ફોન પર કહેવાતા તેમણે સપરિવાર રેસ્ટોરોમાં જમવાનું નક્કી કર્યું હતું. તેથી પરિવારજનો તેમના મોટાભાઈ સાથે વેસુ અવધ અરેના નજીક એક હોટેલ ઉપર પહોંચ્યા હતા. નારાયણભાઈ સીધા ત્યાં પહોંચ્યા હતા.
ઓફીરા બિલ્ડીંગની ગલીમાં કાર પાર્ક કરી તેઓ પોણાદસ વાગ્યાના અરસામાં પરત ફર્યા ત્યારે કારનો ડ્રાઇવર સાઇડનો કાચ તોડીને કારમાં મુકેલા ટિફિન બેગમાંથી રોકડા રૂા.૪ લાખની ચોરી થયાનું જણાતા ખટોદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2LmsOna
No comments:
Post a Comment