એમએસયુમાં દરેક ક્લાસરુમમાં CCTV કેમેરા લાગશે - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 5 May 2019

એમએસયુમાં દરેક ક્લાસરુમમાં CCTV કેમેરા લાગશે

વડોદરા,તા.3.મે.2019,શુક્રવાર

એમ.એસ.યુનિવર્સિટીના સ્ટુડન્ટ યુનિયનની વાઈસ પ્રેસિડેન્ટ સલોની મિશ્રા પર પઠાણ ગૂ્રપના વિદ્યાર્થીઓ દ્વારા એસિડ એેટેકની ધમકી બાદ યુનિવર્સિટીની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉઠયા છે ત્યારે આ મુદ્દે તમામ ફેકલ્ટી ડીન્સ સાથે વાઈસ ચાન્સેલર્સે બેઠક યોજી હતી.

જેમાં યુનિવર્સિટી કેમ્પસમાં સીસીટીવી કેમેરા નેટવર્ક મજબૂત બનાવવા માટે ચર્ચા થઈ હતી.યુનિવર્સિટી દ્વારા કેમ્પસમાં ઠેક ઠેકાણે ૩૦ લાખ રુપિયાના ખર્ચે ઓડિયો રેકોર્ડિંગ સહિતની અત્યાધુનિક ટેકનોલોજીવાળા સીસીટીવી કેમેરા ઈન્સ્ટોલ કરવામાં આવી રહ્યા છે.જોકે આ કેમેરા ફેકલ્ટીની ઈમારોતની અંદર નહી પણ બહારની તરફ લાગવાના છે.ત્યારે વાઈસ ચાન્સેલર પ્રો.પરિમલ વ્યાસે તમામ ફેકલ્ટી ડીન્સને ફેકલ્ટીના ફંડમાંથી દરેક ફેકલ્ટીના ક્લાસરુમ્સ અને કોરિડોરમાં પણ કેમેરા લગાવવાની સૂચના આપી હતી.

સાથે સાથે તેમણે ફેકલ્ટી ડીન્સને પણ વખતો વખત પોતાની ફેકલ્ટીના કેમ્પસ પર નજર રાખીને વિદ્યાર્થીઓના આઈ કાર્ડનુ સરપ્રાઈઝ ચેકિંગ કરવા માટે જણાવ્યુ હતુ.ફેકલ્ટી ડીન્સની બેઠકમાં સુરક્ષાને લઈને ડીન્સના સૂચનો પણ માંગવામાં આવ્યા હતા.આ સૂચનો યુનિવર્સિટી હેડ ઓફિસને મોકલી આપવા માટે ડીન્સને જણાવાયુ હતુ.

સાથે સાથે વાઈસ ચાન્સેલરે તમામ ફેકલ્ટી ડીન્સને પરીક્ષા, એડમિશન અને યુનિવર્સિટીમાં સ્ટુડન્ટ ઈલેક્શન વખતે પણ શક્ય હોય તો રજા પર નહી જવા માટે સૂચના આપી હતી.



from Baroda News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2LiLDaP

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages