ઈ-વે બિલ વિના ઝડપાયેલા ટ્રકના માલની જાહેર હરાજી કરી દેવાશે - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 5 May 2019

ઈ-વે બિલ વિના ઝડપાયેલા ટ્રકના માલની જાહેર હરાજી કરી દેવાશે

વડોદરા, તા.3 મે 2019, શુક્રવાર

વડોદરા નજીક દુમાડ ચોકડી ખાતે અઢી મહિના અગાઉ સ્ટેટ જીએસટીના વડોદરા અન્વેષણ વિભાગ-૬ની  મોબાઈલ સ્કવોડ ઈ-વે બિલ વિનાની નીકળતી ટ્રકોનું ચેકીંગ કરી રહી ત્યારે એક ટ્રક ઝડપી પાડી હતી. જેમાંથી પાન-મસાલા- તમાકુનો માલ મળી આવ્યો હતો. જેનો હજી સુધી કોઈએ દાવો નહી કરતાં જો હવે ૭ દિવસમાં કોઈ નહી આવે તો જાહેર હરાજી કરી દેવાશે.

આ અંગે મળતી વિગતો મુજબ તા.૨૩ ફેબુ્રઆરીના રોજ ન્યુ રંધાવા રોડ લાઈન્સની ટ્રક રાજયવેરા  ખાતા દ્વારા ઈ-વે બિલના ચેકિંગ દરમિયાન ઝડપી પાડી હતી. આ ટ્રક અમદાવાદથી મહારાષ્ટ્ર જઈ રહી હતી. જેમાં ઈ-વે બિલ વિનાનો પાન- મસાલા- તમાકુના માલ ઉપરાંત વાસણોનો જથ્થો ભર્યો હતો. જો કે  પેનલ્ટી સાથે રૃા.૮.૫૦ લાખ ભરીને વાસણો  છોડાવી ગયા હતા, પરંતુ પાન- મસાલાના જથ્થા અંગે હજી સુધી કોઈએ માલિકી હક્કનો દાવો નોંધાવ્યો નથી.

પાન-મસાલા- તમાકુ પર ૨૮ ટકા ટેક્સ લાગે છે. અને કેટલા રૃપિયાનો માલ છે. તેની હજી કિંમત કાઢી નથી, પરંતુ જેટલી કિંમતનો માલ થશે. તેટલો જ ટેકસ અને પેનલ્ટી ભરવાના થશે. 

આ માલ અંગે હવે ૭ દિવસમાં માલિકી અંગેના પૂરાવા સાથે હાજર નહી થાય તો સ્ટેટ અને સેન્ટ્રલ જીએસટી એક્ટ ૨૦૧૭ની કલમ ૧૩૦ મુજબ જાહેર હરાજીની કાર્યવાહી કરવામાં આવશે.



from Baroda News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VL1eEm

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages