વડોદરા,તા.4.એપ્રિલ,શનિવાર
તાજેતરમાં જાહેર થયેલા ધો.૧૨ના સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનની પરીક્ષાના પરિણામમાં વડોદરાના પાર્થ સુદેશ ચૌધરીએ ૯૮.૮ ટકા મેળવીને ઈતિહાસ સર્જયો છે.તેણે એકાઉન્ટન્સી અને બિઝનેસ સ્ટડીઝમાં ૧૦૦માંથી ૧૦૦ તથા મેથેમેટિક્સ અને ઈકોનોમિક્સમાં ૧૦૦માંથી ૯૯ માર્કસ સાથે કુલ ૫૦૦માંથી ૪૯૪ માર્કસ સાથે ૯૮.૮ ટકા મેળવ્યા છે.
વડોદરાની દિલ્હી પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરતા પાર્થનો સમગ્ર ભારતમાં છઠ્ઠો ક્રમ છે.સ્કૂલમાં ટોપ કરનાર પાર્થ ચૌધરીએ એક વાતચીતમાં કહ્યુ હતુ કે, ધો.૧૧માં પહેલા ૬ મહિના મેં સાયન્સનો અભ્યાસ કર્યો હતો.જેમાં એક ઓપ્શનલ સબજેક્ટ તરીકે મેં ઈકોનોમિક્સનો વિષય પસંદ કર્યો હતો.આ સમયગાળા દરમિયાન મને લાગ્યુ હતુ કે, હું કોમર્સમાં વધારે સારો દેખાવ કરી શકીશ.જેના પગલે મેં કોમર્સ સ્ટ્રીમમાં એડમિશન લીધુ હતુ.
તે કહે છે કે, સફળતા મેળવવા માટે શરુઆતથી જ રોજ ૧૦ થી ૧૨ કલાકનુ વાંચવુ જરુરી છે.વાંચતી વખતે કન્સેપ્ટ ક્લીયર હોવો પણ એટલુ જ જરુરી છે.મારા પિતાનુ એક વર્ષ પહેલા માંદગીના કારણે અવસાન થયુ હતુ અને મેં નકકી કર્યુ હતુ કે, હું પરીક્ષામાં ઝળહળતી સફળતા મેળવીને પરિણામ મારા પિતાને સમર્પિત કરીશ.મેારુ સપનુ સાકાર થયુ છે.મેં ઘણી મહેનત કરી હતી.આથી સારુ પરિણામ આવવાના કારણે મને આશ્ચર્ય થયુ નથી.
સ્કૂલની અન્ય એક વિદ્યાર્થિની શૈલી વિનોદ નિહલાનીએ ધો.૧૨ કોમર્સમાં ૯૮ ટકા સાથે ભારતમાં દસમો ક્રમ મેળવ્યો છે.
from Baroda News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2LqrT5h
No comments:
Post a Comment