વડોદરા,તા.4.મે.2019,શનિવાર
એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના જીએસટી અંગેના સર્ટિફિકેટ કોર્સને ગ્રહણ લાગી ગયુ હોય તેમ આ કોર્સ શરુ થઈ જ રહ્યો નથી.
મળતી વિગતો પ્રમાણે આ કોર્સ ડિઝાઈન કરનાર એકાઉન્ટ વિભાગ અને યુનિવર્સિટી હેડ ઓફિસ વચ્ચે ફરી કોર્સના ડાયરેક્ટર કોણ બને તે મુદ્દે ગજગ્રાહ સર્જાયો છે.જેના કારણે કોર્સ ફરી ઘોંચમાં પડયો છે.
૨૦૧૭ના જુલાઈ મહિનામાં ભારત સરકારે જીએસટીના કાયદાનો અમલ શરુ કર્યો તે બાદ તે અંગે વ્યવસાયીઓને સરળ રીતે જાણકારી મળી શકે તે માટે ૧૦૦ કલાકનો સર્ટિફિકેટ કોર્સ શરુ કરવાનુ નક્કી કરાયુ હતુ.કોમર્સ ફેકલ્ટીના એકાઉન્ટ વિભાગે કોર્સ ડિઝાઈન કર્યા બાદ તેને ફેકલ્ટી બોર્ડમાં અને તે પછી સિન્ડિકેટમાં મંજૂરી મળવામાં વિલંબ થયો હતો.
આખરે ડિસેમ્બર-૨૦૧૮માં કોર્સને લોન્ચ કરવા માટેની તૈયારીઓ થઈ હતી.આ માટેનુ સાહિત્ય પણ પ્રિન્ટ કરાવી દેવાયુ હતુ.આ દરમિયાન જ યુનિવર્સિટી સત્તાધીશોએ કોર્સના ડાયરેક્ટર તરીકે ડીનની નિમણૂંકની સૂચના આપતા એકાઉન્ટ વિભાગના સત્તાધીશોએ તેની સામે વાંધો ઉઠાવ્યો હતો.એકાઉન્ટ વિભાગના હેડની દલીલ એવી હતી કે, ૧ વર્ષથી ઓછા સમયગાળાના કોર્સમાં ડાયરેકટર તરીકે ડીનની નિમણૂંક નથી થતી હોતી અને જે તે ડિપાર્ટમેન્ટના હેડ કે વરિષ્ઠ અધ્યાપકને જ નિમણૂંક અપાતી હોય છે અને તેમાં પણ આ કોર્સ તો ૧૦૦ કલાકનો સર્ટિફિેકટ કોર્સ છે.
આમ ડાયરેકટરની નિમણૂંકના મુદ્દે ચાલી રહેલી ખેંચતાણના પગલે આ કોર્સ શરુ કરવા પર ફરી બ્રેક વાગી ગઈ છે.
from Baroda News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VILDoQ
No comments:
Post a Comment