અમીરગઢ,તા.25 મે 2019, શનિવાર
અમીરગઢ પંથક એ ચારેય બાજુથી જંગલ વિસ્તારથી ઘેરાયેલો છે. જેમાં ઘણીવાર જંગલી જાનવરો ગામડાઓમાં ચડી આવતાં હોય છે. એવી જ રીતે ડાભેલા ગામની સીમમાં પાણીની શોધમાં રીંછ આવતાં લોકોમાં ભયનો ફફડાટ વ્યાપેલો જણાય છે.
ડાભેલા ગામની ઉત્તર દિશામાં જંગલ વિસ્તાર પથરાયેલો છે. જે થોડાક કિ.મી.ના અંતરમાં છે. માટે આ જંગલો જેસોર વન્ય અભ્યારણ્યમાં સમાવેશ થતાં જંગલવિસ્તાર છે. જેમાં દિપડા, રીંઝ, જરખ જેવા જંગલી પ્રાણીઓ વિચરી રહ્યા છે. ગત શનિવારની રાત્રિના નવ વાગ્યાના સમયે જ એક રીંછ ગામના રસ્તાઓ પર લોકોને દેખા દેતા ભય વ્યાપ્યો હતો પરંતુ ડાભેલા ગામમાં આ પ્રથમ ઘટના નથી કે રીંછ આવી ચડયું હતું. ગામલોકોના જણાવ્યા પ્રમાણે અવાર-નવાર રીંછ દેખાતુ રહે છે. આશરે બે હજાર ઘરોની વસતી ધરાવતા આ ગામમાં આ રીતે જંગલી રીંછ આવ ેતે લોકહિતમાં નથી. કોઈક સામે આવે તો તે અચાનક જીવલેણ હૂમલો કરી દેવામાં પારંગત હોય છે. અગાઉ પણ બાલુન્દ્રા ગામમાં આ રીતે આવેલા રીંછે ફક્ત બે માસમાં જ ચાર વ્યક્તિઓ ઉપર હૂમલાઓ કરી ઘાયલ કરેલા છે. માટે આવા ખતરનાક પ્રાણી આ રીતે રહેણાંક વિસ્તારોમાં વિચરે તે મુખ્ય ચિંતાનો વિષય બની રહેલ છે. રીંછ ઉપરાંત ઝરખ પણ આ ગામમાં પાણીની શોધમાં આવેલ છે. જે ખુબ જ ખતરનાક પ્રાણી છે તેની મોંઢાની લાળ માત્રથી માણસને મોટી ક્ષતિ થતી હોય છે.
આવા રહેણાંક વિસ્તારમાં જંગલી પ્રાણીઓ આવવા પાછળનુ મુખ્ય કારણ જંગલોમાં પાણી સુકાઈ જતાં તરસ છીપાવવા માટે તેઓ આવતા હોય છે. બાલુન્દ્રા ગામમાં રીંછ દ્વારા થયેલ હુમલાઓ બાદ વનવિભાગ દ્વારા રિસર્ચ કરાતા જંગલી જાનવરો માત્રને માત્ર પાણી તથા ખોરાકની શોધમાં માનવ વસાહતોમાં આવતા એ બાજુના જંગલોમાં પાણીના નાના કુંડ બનાવી તેમાં ટેન્કરો મારફતે પાણી અપાતા વન્ય પ્રાણીઓ પાણી શોધી લેતા હાલમાં શાંતિ થયેલ છે. પરંતુ બાલુન્દ્રા રેન્જ વિસ્તારમાં જ આવતા જંગલમાં આપ્રશ્ન ઉભો થતાં ત્યાંના જંગલી જાનવરો પાણી માટે રહેણાંક વિસ્તારોમાં આવી રહ્યા છે. માટે આ વિસ્તારના લોકો પર હૂમલાઓ થાય છે તે પૂર્વે તંત્ર દ્વારા આ જંગલોમાં પણ વન્ય પ્રાણીઓ માટે પાણીની સુવિધાઓ કરવામાં આવે તે લોકહિતમાં છે.
બચ્ચા ધરાવતી માદા રીંછ વધુ ભયજનક
ગામડાઓના નિષ્ણાંત લોકોના મત અનુસાર રીંછ બચ્ચાંવાળી હોય તો તે કોઈપણ સંજોગોમાં મનુષ્યો પર જીવલેણ હૂમલો કરી દે છે. તેના બચ્ચાઓ પ્રત્યે ભય રહેતા તે આ હૂમલાઓ કરી દે છે. જ્યારે ઝરખની લાળ પણ માનવ માટે ખતરનાક સાબિત થાય છે.
from North gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2JCRO89
No comments:
Post a Comment