મહેસાણા, તા. 25 મે 2019, શનિવાર
ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા માર્ચ-૨૦૧૯માં લેવામાં આવેલ ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષાનું શનિવારે પરિણામ જાહેર થયું હતું. જેમાં ૮૫.૦૩ ટકા સાથે પાટણ જિલ્લો સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે આવેલ છે. જ્યારે બનાસકાંઠા ૭૯.૩૯ ટકા અને મહેસાણા જિલ્લાએ ૮૦.૦૮ ટકા મેળવી સમગ્ર ઉત્તર ગુજરાતનું પરિણામ સરેરાશ ૮૧.૫૦ ટકા રહ્યું છે.
વિદ્યાર્થીઓની ભારે આતુરતા વચ્ચે શનિવારે ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. સવારથી મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લાની વિવિધ શાળાઓમાં છાત્રોની ચહલપહલ જોવા મળી હતી. જેમ જેમ પરિણામ સીટ મેલવતા ગયા તેમ તેમ ગમ અને ખુશીનો માહોલ છાત્રોમાં જોવા મળ્યો હતો. આ વર્ષે બનાસકાંઠાના ૧૮૫૫૬, મહેસાણાના ૧૨૩૩૪ અને પાટણના ૬૬૯૩ મળી કુલ ૩૭૫૮૩ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી ૭૩૯૯ વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. જ્યારે ત્રણેય જિલ્લામાંથી માત્ર ૧૫ વિદ્યાર્થીઓએ એ-૧ ગ્રેડ તેમજ ૭૯૫ વિદ્યાર્થીઓએ એ-૨ ગ્રેડ મેળવ્યો છે. નોંધપાત્ર છે કે ગત વર્ષ ધોરણ-૧૨ ની પરીક્ષામાં રાજ્યમાં ૨૧મા ક્રમે ધકેલાયેલા પાટણ જિલ્લો આ વખતે મોટી છલાંગ લગાવતાં ૮૫.૩ ટકા સાથે ગુજરાતમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે.
ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં મહેસાણાનું 80.08 ટકા પરિણામ
મહેસાણા જિલ્લામાં માત્ર 4 છાત્રોએ એ-1 ગ્રેડ અને 228 છાત્રો એ-2 ગ્રેડ પ્રાપ્ત કર્યો
ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા માર્ચ-૨૦૧૯ માં લેવાયેલ ધો-૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષાનું શનિવારે પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં ૮૦.૦૮ ટકા સાથે મહેસાણા જિલ્લાએ ૮ મો ક્રમ મેળવ્યો છે. આ વર્ષે ૧૨૩૩૪ છાત્રોએ પરીક્ષા આપી હતી. જે પૈકીમાંથી માત્ર ૪ છાત્રોએ એ-૧ અને ૨૨૮ છાત્રોએ એ-૨ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે.
મહેસાણા જિલ્લામાં યોજાયેલ ધોરણ-૧૨ ની પરીક્ષાનું રીઝલ્ટ જાહેર થતાં જ વિદ્યાર્થીઓમાં વિવિધ ચર્ચાઓ સાથે કહીં ખુશી કહીં ગમ જેવો માહોલ છવાયો હતો. જિલ્લાના પરીક્ષા કેન્દ્રો ઉપર આ વર્ષે ૧૨૩૭૬ વિદ્યાર્થીઓની નોંધણી થઈ હતી. જેમાંથી ૧૨૩૩૪ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જાહેર થયેલા પરિણામમાં આ પૈકી માત્ર ૪ છાત્રોને એ-૧ ગ્રેડ મળ્યો છે જ્યારે ૨૪૯૯ વિદ્યાર્થીઓ નપાસ થયા છે. એ-૧ ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓમાં જે.એમ. ચૌધરી સાર્વજનિક વિદ્યાલયમાં અભ્યાસ કરતો ધોબી મિહિર અલ્પેશકુમાર ૯૯.૯૦ પીઆર સાથે અને સાર્વજનિક કન્યા વિદ્યાલયની ઘાંચી અતિકા ઈરફાતભાઈએ ૯૯.૯૦ પર્સેન્ટાઈલ રેન્ક મેળવી પ્રથમ ક્રમ મેળવ્યો છે.
from North gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2K4gZzP
No comments:
Post a Comment